ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં નેશનલ હાઈવે પર નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી નિર્માણાધીન ટનલનો એક ભાગ શનિવારે મોડી રાત્રે તૂટી પડતાં લગભગ 40 શ્રમિકો અંદર ફસાયા છે. આ દુર્ઘટના બાદ બચાવ કાર્ય સતત ચાલુ છે.

આ દુર્ઘટના બાદ બચાવ કાર્ય સતત ચાલુ છે

ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી બનાવવામાં આવી રહેલી નિર્માણાધીન ટનલ એક ભાગ શનિવારે મોડી રાત્રે તૂટી પડતાં લગભગ 40 શ્રમિકો  અંદર ફસાયા છે. આ દુર્ઘટના બાદ બચાવ કાર્ય સતત ચાલુ છે અને હવે ટનલમાં ફસાયેલા શ્રમિકોનો વોકી-ટોકી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે અને તમામ શ્રમિકો સુરક્ષિત હોવાનું કહેવામાં આવ્યું છે. હાલ ટનલમાં પાણી પહોંચાડવા માટે નાખવામાં આવેલી પાઈપલાઈન દ્વારા ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે. 

ફસાયેલા શ્રમિકોમાં ઝારખંડના સૌથી વધુ 

આ દુર્ઘટનામાં જે રાજ્યોના શ્રમિકો ટનલમાં ફસાયા છે તેમાં બિહારના 4, ઉત્તરાખંડના 2, બંગાળના 3, યુપીના 8, ઓરિસ્સાના 5, ઝારખંડના 15, આસામના 2 અને હિમાચલ પ્રદેશના એક કર્મચારીનો સમાવેશ થાય છે. ટનલમાં ફસાયેલા શ્રમિકો ખોરાકની માંગ કરવામાં આવી હતી જેમને પાઇપ દ્વારા ખોરાક મોકલવામાં આવે છે. આ શ્રમિકોનું અંતર લગભગ 35 મીટર હોવાનું કહેવાય છે. આ માહિતી સત્તાવાર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી છે.