દિવાળી પર હંગ્સેશ્વરી કાલી મંદિરમાં પશુ બલિની અનોખી પરંપરા

પશ્ચિમ બંગાળના હુગલી જીલ્લાના બાંસબેરીયા માં આવેલા કાલી મંદિરમાં હવેથી દિવાળી પર પશુ બલિ નહિ આપવામાં આવે. આવું 209 વર્ષોમાં પહેલી વખત બન્યું છે. આ મંદિરમાં હંગ્સેશ્વરી કાલી માતાની પૂજા થતી હોવાથી અહી પશુ બલિની સદીઓ જૂની પરંપરા છે, જેનો અંત મંદિરની સંભાળ રાખનાર બાંસબેરીયાના દેબ રે પરિવારે અટકાવવાનો નિર્ણય લીધો હતો. 

બલિ અટકાવવા ધર્મની મોટી ભુમિકા 

સમાજશાસ્ત્રીના કહેવા અનુસાર બલિ ભયની લાગણી પેદા કરે છે. આપણે એવા યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ જ્યાં સંવેદનશીલતા વધતા આવી ક્રૂરતા જોવી મુશ્કેલ છે. આ ઉપરાંત પર્યાવરણીય સંતુલન પણ ચિંતાનો વિષય છે. પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈએ. ધર્મ આમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

માતાને નારિયેળ અને કોળા અર્પણ કરવામાં આવશે

હવે હંગ્સેશ્વરી કાલી મંદિરમાં કાલી ચઢાવવા માટે કેળા અને કોળા જેવા વિકલ્પો પસંદ કરવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ વિકલ્પોનો ઉલ્લેખ સ્મૃતિ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. પશુ બલિની વિધિ રોકવાથી કોઈ નુકસાન થશે નહીં. રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ પૂજારીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદે પણ પશુ બલિને રોકવા માટે પહેલ કરી હતી.

રામકૃષ્ણ પરમહંસે પણ કરી હતી પૂજા 

પાંચ માળ ધરાવતું આ મંદિર 1814માં બનાવવામાં આવ્યું હતું. તેમજ આ મંદિર તાંત્રિક વાસ્તુકલાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. મંદિરની સાર સંભાળ રાખનાર લોકોનું કહેવું છે કે ત્યાં ઘણા સંત અને આધ્યાત્મિક ગુરુઓ દ્વારા પૂજા કરવામાં આવી છે.