3500 ચોરસ ફૂટ વિસ્તારમાં રામમંદિર થીમ પર બની સૌથી મોટી રંગોલી

ત્યારે સુરત શહેરમાં દિવાળી નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા રામ દરબારની થીમ ૫૨ સૌથી મોટી રંગોલી બનાવવામાં આવી છે. આ રંગોલી સુરત શહેરમાં સિટીલાઈટ મહારાજા અગ્રસેન ભવનના પરિસરમાં બનાવવામાં આવી છે. 3500 ચોરસ ફૂટ વિસ્તારમાં આ સુરતની સૌથી મોટી રંગોલી બનાવવામાં આવી છે.

આ સમગ્ર મામલે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગીએ જણાવ્યું હતું કે 14 વર્ષના વનવાસ બાદ જ્યારે ભગવાન રામ અયોધ્યા આવ્યા હતા, ત્યારે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

500 વર્ષ પછી ભગવાન ફરીથી અયોધ્યા આવી રહ્યા છે, ત્યારે અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણની ઉજવણી કરવા માટે એક મહિના અગાઉથી અમે ખાસ વિચાર કર્યો હતો.

એમાં આ સૌથી મોટી રંગોલી બનાવવા માટે વિચાર આવ્યો આ રંગોલીમાં 1000 કિલો 18 પ્રકારના રંગ છે, આ રંગોલી 50 ફૂટ લંબાઈ અને 70 ફૂટ પહોળી છે, જેને 26 સભ્યોએ 07 દિવસમાં બનાવી છે. દિવાળી પર્વ સુધી લોકો આ રંગોલી નિહાળી શકશે.

અયોધ્યા મંદિરમાં દર્શન કરવા જાય એ પહેલા લોકો રંગોલીમાં રામ મંદિરની પ્રતિકૃતિ અને ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, લોકો તેના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે છે.