કુમાર વિશ્વાસ નવા વિવાદમાં ઘેરાયા, હુમલા મામલે ડૉક્ટરનો ચોંકાવનારો દાવો

પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ એક નવા વિવાદમાં ફસાયા છે. કુમાર વિશ્વાસે થોડી વાર પહેલા એક ટ્વીટ કરી માહિતી આપી હતી કે તેમના કાફલા પર એક અજાણ્યા કાર ચાલકે હુમલો કર્યો છે અને સુરક્ષાકર્મી સાથે મારપીટ કરી છે. આ મામલે હવે કારચાલકનું નિવેદન સામે આવ્યું છે. આ કારચાલક ગાઝીયાબાદનો એક ડોકટર છે જેમણે કહ્યું કે, તેમને કુમાર વિશ્વાસના સુરક્ષાકર્મીએ માર માર્યો હતો. ડૉક્ટર મોઢ પરથી નીકળતા લોહીને બતાવતા આ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કારને ઓવરટેક કરવા મામલે તેમની સાથે પહેલા સુરક્ષાકર્મીએ બોલચાલ કરી અને પછી મારપીટ કરી હતી. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

કુમાર વિશ્વાસની શું કહ્યું?

કુમાર વિશ્વાસે ટ્વીટ કરી કહ્યું હતું કે, આજે અલીગઢ જતા સમયે વસુંધરા સ્થિત ઘરેથી જયારે નીકળ્યો ત્યારે હિંડોનના કિનારે  એક કાર ચાલકે તેની સાથે મુસાફરી કરી રહેલા સુરક્ષાકર્મીઓની કારને બંને બાજુથી ટક્કર મારીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે સુરક્ષાકર્મીઓ નીચે આવ્યા અને તે વ્યક્તિને પૂછપરછ માટે રોક્યો તો તેણે માત્ર યુપી પોલીસ કોન્સ્ટેબલ જ નહીં પરંતુ કેન્દ્રીય દળોના સુરક્ષાકર્મીઓ પર પણ હુમલો કર્યો. આ અંગે પોલીસેને રીપોર્ટ સોંપી દીધો છે. હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી કે આ હુમલો શા માટે કરવામાં આવ્યો હતો.