મામાના ઘરે ગયેલા યુવકના ઘરેથી 12 તોલા સોનાના દાગીનાની ચોરી

જાંબુવા બ્રિજ પાસે આર્યન રેસીડેન્સીમાં રહેતા ગૌતમ મહેશભાઈ રબારી ટ્રેનિ તરીકે નોકરી કરે છે. ગત ચોથી તારીખે ગૌતમ પોર તેના મામાના ઘરે ગયો હતો અને તેની બહેન રીંકલ પાંચમી તારીખે સાંજે 7:00 વાગે મકાન બંધ કરીને પોર ખાતે આવી હતી. તે દરમિયાન કોઈ ચોર મકાનના પાછળના ભાગે આવેલા દરવાજાનું લોક તોડીને ઘરમાંથી સોનાની 17 ગ્રામ વજનની બુટ્ટી 5.78 ગ્રામ વજનનો દોરો 64.40 ગ્રામ વજનનું મંગળસૂત્ર સોનાની વીંટી સોનાના બે તોલા વજનના પાટલા મળી કુલ 12 તોલા વજનના દાગીના કિંમત રૂપિયા 1.98 લાખના ચોરી ગયો હતો. જે અંગે મકરપુરા વધુ તપાસ હાથ ધરી છે.