નવા તલાટી-જુનિયર ક્લાર્કને સરકાર દ્વારા અપાયા નિમણૂક પત્રો

રાજ્યમાં લેવાયેલી તલાટી અને જુનિયર કલાર્કની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે આજે આનંદનો દિવસ છે. નવા તલાટી અને જુનિયર ક્લાર્કને આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. તલાટીના 3014 અને 998 જુનિયર ક્લાર્કના ઉમેદારોને નિમણૂક પત્ર અપાય છે. જિલ્લા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ

પંચાયત સેવા બોર્ડ દ્વારા જિલ્લા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં 12 ઓક્ટોમ્બર સુધી તલાટીની અને 17 ઓક્ટોમ્બર સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવી હતી. 

અગાઉ એપ્રિલ-મે મહિનામાં યોજાઈ હતી પરીક્ષા

જુનિયર ક્લાર્કની પરીક્ષા 9મી એપ્રિલે અને તલાટીની પરીક્ષા ગત 7મી મેના રોજ યોજાઈ હતી. જેનું ઝડપથી પંચાયત સેવા પસંદગી બોર્ડે પરિણામ જાહેર કર્યું અને નવેમ્બર સુધીમાં નિમણુંક આપી દેતા પરીક્ષા આપનારા લાખો ઉમેદવારોમાં ખુશી જોવા મળી હતી.