વિજાપુર હાઈવે પર ચાલુ બસમાં ડ્રાઈવરને એટેક આવ્યો, ભરૂચમાં 10 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. (Heart Attack)રાજ્ય સરકારે યુવાનોમાં આવી રહેલા હાર્ટ એટેક અને તેનાથી થતાં મોતને લઈને નિષ્ણાંત ડોક્ટરોની એક કમિટી રચી છે. (St bus driver)ત્યારે હિંમતનગર-વિજાપુર હાઈવે પર પાટણ-લુણાવાડા એસટી બસના ડ્રાઈવરને અચાનક હાર્ટ એટેક આવતાં તેણે પોતાની સુઝબુઝથી બસને સાઈડમાં ઉભી કરી દેતાં મુસાફરોનો જીવ બચી ગયો હતો. (10 year old child)લોકોએ ડ્રાઈવરને 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલમાં ડ્રાઈવરની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. 

બીજી તરફ ભરૂચમાં માત્ર 10 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવતાં તેનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ભરૂચમાં ધોરણ ચારમાં ભણતી દિયાંશી કપલેટીયાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર બાદ પરિવાર તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. તે ઉપરાંત ભરૂચમાં આજે ચાર વ્યક્તિઓને હાર્ટ એટેક આવ્યા હતાં જેમાંથી ત્રણ લોકોના મોત થયાં છે અને એકની સારવાર ચાલુ છે. રાજકોટમાં પણ વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે. 52 વર્ષિય હિતેષ ભટ્ટી નામના વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે.