રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરનો આતંક જોવા મળે છે. ત્યારે ખંભાળીયાના બજાણા રોડ પર બે આખલાઓ બાખડતા વૃદ્ધાને અડફેટે લીધા હતા.જેમાં વૃદ્ધા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.આખલાના કારણે વૃદ્ધાને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે.રખડતા ઢોરની સમસ્યાએ હવે બધી હદ વટાવી દીધી છે.જેની સામે લોકો લાચાર બન્યા છે.

હાઈકોર્ટની ફટકાર બાદ પણ રખડતા ઢોરનો આતંક ચારેકોર યથાવત જોવા મળી રહ્યો છે. તેવી જ સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લાની છે.જ્યાં ફરી આખલાઓનો આતંક સામે આવ્યો છે.

ખંભાળીયાના બજાણા રોડ પર બે આખલાઓ બાખડતા વૃદ્ધાને અડફેટે લીધા હતા.જેમાં વૃદ્ધા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.આખલાના કારણે વૃદ્ધાને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે.રખડતા ઢોરની સમસ્યાએ હવે બધી હદ વટાવી દીધી છે.જેની સામે લોકો લાચાર બન્યા છે.

ખંભાળીયામાં લોકો રખડતા ઢોરના આતંકથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવે તો જાણે લોકોને બહાર નિકળતા પણ ડર લાગી રહ્યો છે.ત્યારે હવે તંત્ર આ કાયમી સમસ્યામાં રસ લઈ અને ઉકેલ લાવે તે જરૂરી છે.