મુકેશ અંબાણીને 4 દિવસમાં ત્રીજી વખત મળી ધમકી

આ પહેલા પણ શનિવારે ધમકી આપનારા વ્યક્તિએ 20 કરોડ રૂપિયા માગ્યા હતા અને બીજા દિવસે 200 કરોડ રૂપિયાની ફરી માગણી કરી હતી. ત્યારે આ વખતે મેઈલ પર ધમકી આપનારા વ્યક્તિએ 400 કરોડ રૂપિયાની માગણી સાથે લખ્યું છે કે જો પોલીસ મને ના શોધી શકે તો તે મારી ધરપકડ કરી શકતી નથી. આ ઈમેઈલ બે દિવસ પહેલા આવેલા મેઈલવાળા એડ્રેસ પરથી જ આવ્યો હતો.

ભારતના સૌથી અમીર વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીને 4 દિવસમાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનાર વ્યક્તિએ 400 કરોડ રૂપિયાની માગણી કરી છે. આ પહેલા પણ શનિવારે ધમકી આપનારા વ્યક્તિએ 20 કરોડ રૂપિયા માગ્યા હતા અને બીજા દિવસે 200 કરોડ રૂપિયાની ફરી માગણી કરી હતી. ત્યારે આ વખતે મેઈલ પર ધમકી આપનારા વ્યક્તિએ 400 કરોડ રૂપિયાની માગણી સાથે લખ્યું છે કે જો પોલીસ મને ના શોધી શકે તો તે મારી ધરપકડ કરી શકતી નથી. આ ઈમેઈલ બે દિવસ પહેલા આવેલા મેઈલવાળા એડ્રેસ પરથી જ આવ્યો હતો.