ઈઝરાયલે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધથી હવે ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા સેવાઈ રહી છે. આયુદ્ધ વચ્ચે દુનિયા બે ભાગમાં વહેંચાઈ રહી છે. અમેરિકાએ ખુલ્લેઆમ રશિયાનું સમર્થન કર્યું છે જ્યારે હમાસે રશિયાનો સંપર્ક કર્યો છે. આમ દુનિયા હમણા મહાયુદ્ધની કગાર પર ઊભી હોવાની આશંકા સેવાઈ રહી છે. હવે આ યુદ્ધમાં અનેક દેશો સીધા ઝંપલાવશે તેવા સંકેત મળ્યા છે. ગુપ્ત ઈનપુટ બાદ હવે બે આરબ દેશો ઈજિપ્ત અને જોર્ડને ઈઝરાયેલની ચિંતા વધારી દીધી છે. તેમની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે પોતાના નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યું છે. એક નિવેદનમાં પરિષદે એડવાઈઝરી જાહેર કરી કે, તેમના નાગરિકો ઈજિપ્ત અને જોર્ડનથી તાત્કાલિક પાછા ફરે.

હમાસ 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલી વિસ્તારોમાં મચાવેલા કત્લેઆમનું પરિણામ ભોગવી રહ્યુ છે. ઈઝરાયેલી સેના ગાઝા પટ્ટીમાં હમાસના 100થી વધુ ઠેકાણાને ખંડેર બનીવી ચૂકી છે. સ્થાનિક અહેવાલ પ્રમાણે ગાઝામાં 30% ભાગને ઈઝરાયેલી સેના આઈડીએફ તહસ-નહસ કરી ચૂકી છે અને હમાસના 9 મોટા લીડરોનો પણ સફાયો કરી નાખ્યો છે. ગાઝામાં મૃતકોનો આંકડો 3200થી વધુ પહોંચી ગયો છે. ગાઝા પટ્ટી પર ચાલું સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલે હુંકાર ભરી છે કે, જ્યાં સુધી હમાસને હંમેશા માટે ખતમ ન કરી દઈએ ત્યાં સુધી રાહતનો શ્વાસ ન લઈએ.