યોજનાના વિરોધમાં દાંડીથી સાબરમતી આશ્રમ સુધી યુવા અધિકાર યાત્રા કરશે

રાજ્યમાં જ્ઞાન સહાયક કાયદાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા દાંડી યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા દાંડીથી શરૂ કરવામાં આવશે અને ગાંધી આશ્રમ સુધી આ યાત્રા ચાલશે.(Yuva Adhikar yatra) આ યાત્રાનું નામ ‘યુવા અધિકાર યાત્રા’ રાખવામાં આવ્યું છે.(yuvraj singh) દાંડીથી 13 ઓક્ટોબરના (isudan gadhvi)રોજ શરૂ થશે અને 20 ઓક્ટોબરના રોજ ગાંધી આશ્રમ ખાતે તેનું સમાપન થશે. (gnan sahayak)જ્ઞાન સહાયકનો કાળો કાયદો રદ કરો અને શિક્ષકોની કાયમી ભરતી કરો તે ઉદ્દેશ સાથે આ ઉંધી દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકાર યુવાનો પર કાળો કાયદો લગાવી રહી છે

આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે સરકારી ભરતીનો મુદ્દો હોય કે પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો હોય, આ બધામાં સૌથી પેચીદો મુદ્દો છે જ્ઞાન સહાયકનો મુદ્દો છે. જ્ઞાન સહાયકના મુદ્દે અમે સરકારને અલ્ટીમેટમ આપી રહ્યા છીએ. જ્ઞાન સહાયકનો કાયદો અંગ્રેજોના કાળા કાયદા સમાન કાયદો છે. આ સરકાર યુવાનો પર કાળો કાયદો લગાવી રહી છે. સરકારી શાળાઓને બંધ કરીને પ્રાઇવેટ શાળાઓને વેગ મળે, એ ઉદ્દેશથી આ કાળો કાયદો લાવવામાં આવ્યો છે. આ કાળા કાયદાનું અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં એડી ચોટીનું જોર લગાવીને આ કાયદાને રદ કરવા માટે અમે તમામ મોરચે લડત આપવા માટે તૈયાર છીએ. 

ભાજપના નેતાઓના બાળકો વિદેશોમાં ભણે છે

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મોંઘવારી એક બાજુ ચરમસીમાએ પહોંચી છે અને બીજી બાજુ હવે કાયમી ભરતીઓ પણ નથી. ભાજપના નેતાઓના બાળકો વિદેશોમાં ભણે છે અને ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગના બાળકો ભણી ના શકે, એટલા માટે તેઓએ જ્ઞાનસહાયકની ભરતી કોન્ટ્રાક્ટર કરવાનું નક્કી કર્યું છે. જ્યારે ગુજરાતના યુવાનો મંત્રીને મળવા જાય છે ત્યારે તેમને જવાબ આપવામાં આવે છે કે “નોકરી કરવી હોય તો કરો.” જો જ્ઞાન સહાયકોની આવી હાલત થતી હોય, પેપર લીક થતા હોય, કાનુન વ્યવસ્થા તળિયે હોય અને મોંઘવારી ચરમસીમાએ હોય, ત્યારબાદ પણ ભાજપનો ઉમેદવાર પાંચ લાખની લીડથી જીતી જાય છે, એમાં ભાજપનો વાંક નથી પરંતુ એ આપણને મૂર્ખ બનાવે છે માટે આપણો વાંક છે.