તાજેતરમાં રાજકોટમાં ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી હતી. (Rajkot police)પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. (Baby Girl death case)આરોપીઓએ બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું જેથી તે તેના પિતાને જાણ કરશે તેવા ડરથી બાળકીની હત્યા કરવાનું નક્કી કરીને આરોપીઓએ માથાના ભાગે પથ્થર મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.(Three Accused Arrested)પોલીસે પકડેલા આરોપીઓ એકલા રહેતા હતા અને કારખાનામાં મજૂરી કરતા હતાં. બાળકીના પરિવારજનો સાથે તેઓ પરિચય ધરાવતા હતાં. 

પોલીસને તપાસમાં મહત્વની કડી મળી 

રાજકોટમાં ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેથી અવાવરૂ જગ્યાએથી એક બાળકીની માથું છુંદાયેલી લાશ મળી આવી હતી. ત્યાર બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે તાજેતરમાં ગુમ થયેલી બાળકીના પિતાને બોલાવી મૃતદેહની ઓળખ કરાવતાં તે લાશને પિતાએ પોતાની બાળકી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ પોલીસે તપાસ તેજ કરી દીધી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી અને મહત્વની કડી મળી હતી. 

પોલીસે પુછપરછ બાદ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી

પોલીસને મિથિલેશ નામનો શખ્સ બાળકીને લઈ જતાં સીસીટીવીમાં જોવા મળ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી હતી. મીથિલેશે પુછપરછમાં પોલીસ સામે વટાણા વેરી નાંખતાં કુલ 3 આરોપીની સંડોવણી હોવાનું સામે આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે તપાસ શરૂ કરી બિહારના મિથિલેશ, રાજસ્થાનના ભરત મીણા અને ઉત્તરપ્રદેશના અમરેશની ધરપકડ કરવામાં આવી છે. હવે આરોપીઓ પકડાયા બાદ તેમને દુષ્કર્મ આચર્યાની કબુલાત આપ્યા બાદ તેમના મેડિકલ પુરાવાના આધારે ગેંગરેપ તેમજ પોક્સોની કલમોનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.