ઈઝરાયેલ અને હમાસના યુદ્ધ (Israel-Hamas War)નો આજે ચોથો દિવસ છે. હમાસ આતંકવાદીઓના હુમલા બાદ ઈઝરાયેલ પણ જડબાતોડ કાર્યવાહી કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર યુદ્ધના ઘણા ધ્રુજાવતા વીડિયો સામે આવી રહ્યા છે, ત્યારે ઈઝરાયેલ પોલીસે પણ એક વીડિયો એક્સ પર શેર કર્યો છે, જેમાં પોલીસ અને સરહદી પોલીસ અધિકારીઓની બહાદુરી જોવા મળી રહી છે.

ઈઝરાયેલ પોલીસે વીડિયો શેર કર્યો

ઈઝરાયેલ પોલીસે (Israel Police) સોશિયલ મીડિયા પર વીડિયોને શેર કરી લખ્યું કે, ‘શનિવારે નેટિવોટ બહાર પોલીસ અને સરહદી પોલીસ અધિકારીઓએ બહાદુરીપૂર્વક 2 હથિયારધારી આતંકવાદીઓને ઠાર કર્યા. અમે અમારા નાગરિકોને આતંકવાદથી બચાવવા તમામ પ્રયાસો ચાલુ રાખીશું. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, પોલીસે 2 હથિયારધારી આતંકવાદીઓ સામે બહાદુરીથી મુકાબલો કર્યો અને ઠાર કર્યા.

72 કલાકમાં 1600ના મોત

પેલેસ્ટાઇન (Palestine)ના આતંકી સંગઠન હમાસે ઇઝરાયેલ પણ અણધારો હુમલો કરતા મધ્ય પૂર્વમાં યુધ્ધ ફાટી નિકળ્યું છે. જ્યારે પશ્ચિમી દેશોએ હમાસના હુમલાને લઈને ઈઝરાયેલને સમર્થન આપ્યું છે, ત્યારે પશ્ચિમ એશિયાના ઈસ્લામિક દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં એક સાથે ઉભા છે. દરમિયાન બંને દેશો વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1600 લોકોના મોત થયા છે, તો સેંકડો લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. આ સ્થિતિ વચ્ચે હમાસે ધમકી આપી છે કે જો ગાઝા પટ્ટી પર હુમલા બંધ નહીં થાય તો તે ઈઝરાયેલના બંધકોને મારી નાખશે. હમાસ દ્વારા ઈઝરાયેલના 30થી વધુ લોકોને બંધક બનાવીને રાખ્યા છે.