પાકિસ્તાને ત્રણ વિકેટ ગુમાવી, ફખર-બાબર આઝમ અને ઈમામ આઉટ

આજે પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે બીજી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપમાં 20 વર્ષ બાદ મેચ રમાઈ રહી છે.

નેધરલેન્ડની ટીમે ટોસ જીતી ફિલ્ડિંગ લીધી

વર્લ્ડ કપની બીજી મેચમાં નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

પાકિસ્તાન વર્લ્ડ કપમાં એક ખરાબ રેકોર્ડ ધરાવે છે

1992માં વર્લ્ડ કપ જીતનારી પાકિસ્તાની ટીમ આજે પોતાના અભિયાનની શરૂઆત કરશે. બાબર આઝમની કપ્તાનીવાળી આ ટીમને વર્લ્ડ કપ જીતવાની દાવેદાર માનવામાં આવી રહી છે. પાકિસ્તાનની ટીમ ICC ODI રેન્કિંગમાં બીજા ક્રમે છે. જો કે પાકિસ્તાનનો વર્લ્ડ કપમાં એક (Pakistan’s woeful record in the World Cup) ખરાબ રેકોર્ડ છે જેમાં ટીમે વર્લ્ડ કપની 5 ઓપનિંગ મેચમાંથી માત્ર એકમાં જ જીત મેળવી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ હાલ શાનદાર ફોર્મમાં છે અને તેણે ન્યુઝીલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં 80 અને ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચમાં 90 રન બનાવ્યા છે.

બંને ટીમો વચ્ચે વર્લ્ડ કપમાં 20 વર્ષ બાદ ટક્કર થઈ

નેધરલેન્ડ અને પાકિસ્તાનની 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં (Netherlands and Pakistan is playing in the WC after 20 years) રમી રહી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ 2003ના દક્ષિણ આફ્રિકા યોજાયેલા વર્લ્ડ કપમાં રમાઈ હતી જેમાં પાકિસ્તાને 97 રનથી જીત મેળવી હતી. આ પહેલા 1996ના વર્લ્ડ કપમાં બંને વચ્ચે મેચ રમાઈ હતી જેમાં પાકિસ્તાનનો આઠ વિકેટે વિજય થયો હતો. વનડે ક્રિકેટમાં ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાને નેધરલેન્ડ સામેની તમામ 6 મેચ (Pakistan has won all the six matches against Netherlands in ODI) જીતી છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *