તરસાલીમાં નશામાં ધૂત પોલીસ કર્મીએ બાઈક સળગાવી દીધી

વડોદરાના તરસાલી વિસ્તારમાં નશામાં ધૂત એક પોલીસ કર્મીએ બાઈકને આગ લગાવી સળગાવી દીધી હતી. બાઈકમાં આગ લાગવાના કારણે રોડ ઉપર થી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

શહેરના તરસાલી વિસ્તારમાં સોમવારે રાત્રે નશાની હાલતમાં આવેલા એક પોલીસ કર્મચારીએ બાઈકને આગ ચાપી સળગાવી દીધી હતી. ભડ ભડ સળગતી બાઈકને કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ગભરાટનો માહોલ ફેલાયો હતો. જોકે પોલીસ કર્મચારીએ આ બાઈકને કયા કારણોસર આગ લગાવી તેની હકીકત હજુ જાણવા મળી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે બાઈક સળગાવનાર પોલીસ કર્મીનું નામ સુનિલ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આખી બાઈક સળગીને ભડથું થઈ ગયો હોવા છતાં મકરપુરા પોલીસને જાણ નથી તેમના ચોપડે પણ કોઈ નોંધ કરાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *