વડોદરાના વાઘોડિયા રોડ પર ઉકાજીના વાડીયામાં વિદેશી દારૂ વેચતા સસરા અને પુત્રવધુ પકડાયા

વાઘોડિયા રોડ પર વિદેશી દારૂ વેચતા સસરા અને પુત્રવધુને ત્યાં પીસીબી પોલીસે દરોડો પાડીને 10,000 નો દારૂ કબજે કર્યો છે. 

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે વાઘોડિયા રોડ મયુર સોસાયટીની પાછળ ઉકાજીના વાડિયામાં રહેતો અશોક ઉર્ફે બદરૂ કહાર તથા તેની પુત્રવધુ અનિતાબેન પોતાના ઘર પાસે વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખે વેચાણ કરી રહ્યા છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે મહિલા કોન્સ્ટેબલને સાથે રાખી રેડ પાડતા અનિતાબેન પુનમભાઈ કહાર રહેવાસી વિશ્વકર્મા ગાંધી મળી આવી હતી. પોલીસે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ અંગે અનિતાબેનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ દારૂ મારા સસરા અશોક ઉર્ફે બદરુ કિશનભાઇ કહાર લાવ્યા છે અને અહીંયા છુપાવી રાખી અમે બંને વેચાણ કરીએ છીએ પોલીસે વિદેશી દારૂની કુલ 52 બોટલ કિંમત રૂપિયા 10,000 ની કબજે કરી હાજર નહીં મળી આવેલા સસરા અશોક ઉર્ફે બદરુ કહારની શોધ કોણે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *