વડોદરામાં વાઘોડિયા રોડ પર દારૂ વેચતો આરોપી પકડાયો

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે નાલંદા પાણીની ટાંકી સામે સ્લમ ક્વાર્ટર્સમાં રહેતો ગણેશ ઠાકોર ભાઈ માછી વિદેશી દારૂનો ધંધો કરે છે અને મકાન નંબર 158 પાસે દારૂ છુપાવી રાખ્યું છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ગણેશ ઠાકોરભાઈ માછી મળી આવ્યો હતો. પોલીસે ગલીમાં તપાસ કરતા પ્લાસ્ટિકના કોથળામાં સંતાડી રાખેલી વિદેશી દારૂની 47 બોટલ મળી આવી હતી. જે અંગે પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં વાડી પોલીસે મળેલી માહિતીના આધારે સ્કૂટરમાં વિદેશી દારૂની સાત બોટલ લઈને જતાં આરોપી ભુપેન્દ્ર શંકરલાલ કનોજીયા રહેવાસી ગાજરાવાડી વોર્ડ ઓફિસની બાજુમાં ને ઝડપી પાડ્યો છે પોલીસે દારૂ અને સ્કૂટર મળીને કુલ રૂપિયા 12,550 નો મુદ્દા માલ કબજે કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *