પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર 100 મીટરથી વધુનું અંતર કાપી ચૂક્યું છે

ચંદ્રયાન-3 (Chandrayaan-3)ની સોફ્ટ લેન્ડિંગ બાદથી જ પ્રજ્ઞાન રોવર (Pragyan Rover) નું ચંદ્ર પર મિશન જારી છે. પ્રજ્ઞાન રોવરે ચંદ્રથી અનેક મહત્ત્વપૂર્ણ જાણકારી ઈસરો (ISRO)ને મોકલી હતી. જેની મદદથી ત્યાંની સ્થિતિ વિશે માહિતી મેળવી શકાઈ છે. આ દરમિયાન પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર 100 મીટરથી વધુનું અંતર કાપી ચૂક્યું છે. 

સ્લીપ મોડમાં નાખી દેવાશે પ્રજ્ઞાન રોવર 

ઈસરો પ્રમુખે જાણકારી આપતાં કહ્યું કે પ્રજ્ઞાન રોવર અને લેન્ડર વિક્રમને એક કે બે દિવસમાં સ્લીપ મોડમાં નાખી દેવાશે કેમ કે ચંદ્ર પર રાત થઈ જશે અને તેના કારણે રોવરના સ્લીપ મોડની પ્રક્રિયા શરૂ થશે. 

ચંદ્રયાન-3 અંગે ISROએ આપ્યા સારા સમાચાર 

ઈસરોના અધ્યક્ષ એસ.સોમનાથે જણાવ્યું કે પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર હજુ સુધી સારી રીતે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પ્રજ્ઞાન રોવરે લેન્ડર વિક્રમથી 100 મીટરનું અંતર કાપી નાખ્યું છે. ઈસરો પ્રમુખે આ જાણકારી ભારતના પહેલા સૌર મિશન આદિત્ય એલ-1ની સફળ લોન્ચિંગ દરમિયાન આપી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *