ડ્રીમગર્લના સર્જકની નવી ફિલ્મ રાજકુમાર રાવ સાથે

ડ્રીમગર્લટૂ’ના સર્જક રાજ શાંડિલ્યની નવી ફિલ્મમાં હિરો આયુષ્યમાન ખુરાના નહીં પણ રાજકુમાર રાવ હશે. આ ફિલ્મ સફળ થવા છતાં પણ તેણે આયુષ્યમાનને રિપીટ કર્યો નથી. 

આ ફિલ્મ પણ એક કોમેડી ડ્રામા હશે. મૂળ આ ફિલ્મ કોરોના પહેલાં બનવાની હતી પરંતુ ત્યારે આ પ્રોજેક્ટ અભેરાઈ પર મૂકાઈ ગયો હતો.  ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરુ થશે અને આવતાં વર્ષે તે રીલીઝ કરાશે. અન્ય કાસ્ટની જાહેરાત હજુ બાકી છે. 

રાજ શાંડિલ્યની ‘ડ્રીમગર્લ ટૂ’ આશ્ચર્યજનક રીતે સફળ નિવડી છે. ‘ગદ્દર ટૂ ‘ તથા ‘ેઓએમજી  ટૂ’ એ બે ફિલ્મો થિયેટરોમાં ઓલરેડી ચાલી રહી હોવાથી આ ફિલ્મને સ્ક્રીન્સ બહુ ઓછાં મળ્યાં હતાં. જોકે, તે છતાં પણ તેણે સારો વકરો કર્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *