બાર વર્ષની સગીર બાળકી સાથે તેમના પરિવાર જનોની સંમતિથી ૨૮ વર્ષના યુવાને બાળ લગ્ન કર્યા હોવાની જાણકારી મળતાં ચારકોપ પોલીસે બળાત્કાર અને ‘પોસ્કો’ કાયદાની વિવિધ કલમો અન્વયે ગુનો નોંધી યુવાનની ધરપકડ કરી છે. બાર વર્ષની બાળકી ગર્ભવતી થતા આ યુવાન સાથે લગ્ન કરવામાં આવ્યા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે.

આ સગીર બાળકીના લગ્ન જાન્યુઆરીમાં બિહારમાં કરવામાં આવ્યા પછી તે તેના પતિ સાથે ચારકોપ વિસ્તારમાં રહેતી હતી. તેઓ ચારકોપ વિસ્તારમાં ઘર ભાડે લઇને રહેતા હતા. આ બાળકીને પેટમાં દુઃખાવો થતા તેનો પતિ તેને કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં લઇ ગયો હતો.

હોસ્પિટલના તબીબોએ સગીર બાળકીને તપાસતા તે ગર્ભવતી હોવાની આશંકા થઇ હતી. આ અંગેની જાણકારી તબીબે ચારકોપ પોલીસને આપી હોવાનું  જવ્વા મળ્યું છે. આ પછી ઝોન-૧૧ના પોલીસ ઉપાયુક્ત અજયકુમાર બંસલ અને વરિષ્ઠ પોલીસ નિરીક્ષક જ્યોતિ બાગુ- ભોપુાળેના માર્ગદર્શન હેઠઢળની તેમની ટુકડીએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તે વેળા બાળકીની વય ૧૨ વર્ષ, સાત મહિના અને ૨૩ દિવસ હતી. આ પછી આરોપી વિરુદ્ધ પોલીસે બળાત્કાર અને લૈંગિક ગુના હેઠળ બાળકીના સંરક્ષણ (પોસ્કો) કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તત્કાળ યુવાનની ધરપકડ કરી હતી. 

પોલીસે આપેલી જાણકારી મુજબ, તે હવે આ પ્રકરણ અંગે બંને જણાના પરિવારજનો વિરદ્ધ કાર્યવાહી હાથ ધરશે. આ અંગેની તમામ તૈયારી પોલીસે કરી લીધી છે, જેમાં પોસ્કા કાયદા અન્વયે પણ પગલાં ભરવામાં આવશે. તપાસ દરમિયાન પોલીસને એવું જાણવા મળ્યાનું કહેવાય છે કે બાળકી પર બળાત્કાર કરનારો તેનો પતિ જ છે. તે જૂન મહિનાથી બાડાના મકાનમાં રહે છે. તે બાળકીને સરકારી હોસ્પિટલમાં લઇ ગયો ત્યારે આ આખું પ્રકરણ બહાર આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *