અરમાન મલિકની ગર્લફ્રેન્ડ આશના સાથે સગાઈ

સિંગર અરમાન મલિકે તેની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે સગાઈ કરી લીધી છે. આશના અરમાન કરતાં બે વર્ષ મોટી છે. બંને ૨૦૧૭થી રિલેશનશિપમાં છે. જોકે, વચ્ચે થોડા સમય માટે તેમના સંબંધોમાં ખટરાગ આવ્યો હતો પરંતુ પછી ફરી બંને એક થઈ ગયાં હતાં. હવે તેમણે વિધિવત્ત સગાઈ કરી લેતાં અનેક બોલીવૂડ સેલિબ્રીટી તથા ચાહકોએ તેમને  અભિનંદન પાઠવ્યાં હતાં. 

અરમાને આશનાને પ્રપોઝ કર્યાનો વીડિયો પણ વાયરલ થયો છે. આશનાએ તેની એન્ગેજમેન્ટ રિંગ પણ ફલોન્ટ કરી હતી. આશના ફેશન અને બ્યુટી બ્લોગર છે. બંનેએ ક્યારેય તેમના સંબંધ છૂપાવવા પ્રયાસ કર્યા નથી. 

હવે બંને ક્યારે લગ્ન કરી લે છે તેની ચાહકો રાહ જોઈ રહ્યા છે. 

અરમાન અને આશનાએ સગાઈની તસવીરો વાયરલ કર્યા બાદ તેમના પર અભિનંદનોની વર્ષા થઈ હતી. ઈશાન ખટ્ટર, રિયા ચક્રવર્તી, ઈશા ગુપ્તા, ઝરીન ખાન, નીતિ મોહન, તારા સુતરિયા, અહાના કુમરા, ટાઈગર શ્રોફ સહિત સંખ્યાબંધ કલાકારોએ આ યુગલને અભિનંદન પાઠવ્યાં હતાં. અસંખ્ય ચાહકોએ પણ બંનેને અભિનંદન પાઠવ્યાં હતાં. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *