માંડવીના દરિયામાં ન્હાવા પડેલા ત્રણ કિશોરના ડૂબી જવાથી મૃત્યુ

માંડવીના રમણીય બીચ ઉપર રવિવારે સહેલાણીઓની ભીડ ઉમટતી હોય છે. આજે પણ રવિવાર હોતા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડયા હતા. તે વચ્ચે એક કરૃણાંતિકા સર્જાઈ હતી. માંડવી રહેતા ૯ તરૃણો બીચ ઉપર ક્રિકેટ રમવા ગયા હતા. ત્યારે બપોરના સમયે પાંચ કિશોર ન્હાવા પડયા હતા જેમાં ત્રણ કિશોરોનું દરિયામાં ડુબી જવાથી મોત નિપજયા હતા જયારે સૃથાનિકે હાજર તરવૈયાઓએ બે કિશોરોને ડુબતા બચાવી લીધા હતા.

માંડવી શહેરના વલ્લભનગર ખાતે રહેતા સગીરો ક્રિકેટ રમતા હતા તે સમયે પાંચેક દરિયામાં ન્હાવા પડયા હતા. જેમાં દરિયામાં ડુબી જવાથી ઉવેશ અબ્દુલભાઇ મેમણ (ઉ.વ.૧૧), મનશુર રમજાન સુમરા (ઉ.વ.૧૫) અને રફીક અબ્દુલભાઇ સુમરા, નામના ત્રણ કિશોરોનું મોત નીપજ્યું હતું. 

મન્સુર રમઝાન સુમરા, ઓવેશ અબ્દુલ મેમણ અને અન્ય બે કિશોર દરિયામાં ન્હાવાની મજા માણતા હતા

 તે સમયે દરિયાઈ લહેરની ઝપેટમાં આવી જતા ચારેય તણાવા લાગ્યા હતા. તેમણે બુમાબુમ કરતા સૃથાનિક હાજર તરવૈયાઓએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં, મન્સુર, ઓવેશ અને અન્ય એક કિશોરને બચાવી લેવાયા હતા. ઉલ્લેખનિય છે કે, ગયા રવિવારે પણ માંડવી બીચ પર દુર્ઘટના સર્જાઈ હતી. દરિયામાં ન્હાવા પડેલા બે યુવકો પૈકી એક એન્જિનિયરનું મોત થયું હતુ.  બનાવની જાણ થતા જ માંડવી હોસ્પિટલ ખાતે રાજકીય સામાજીક આગેવાનો પહોંચી ગયા હતા. બનાવને પગલે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ.

તારીખ ૨૪/૯/૨૦૨૨ના માંડવીના દરિયામાં સ્પીડ બોટ ઉંધી વળી જતા વાંકાનેરના એક જ પરિવારના ૬ લોકો ડુબવા લાગ્યા હતા જો કે, તમામને તરવૈયાઓએ બચાવી લીધા હતા.

૧૮ મેના મુંદરાથી માંડવી ફરવા આવેલો ૧૮ વર્ષિય હિતેશ બારોટ નામનો યુવક દરિયામાં ન્હાતી વખતે મોટી લહેરમાં તણાઈ ગયો હતો. 

૨૫ ઓગસ્ટ ૨૦૧૯ના માંડવીના દરિયાકિનારે ફરવા આવેલા ૨૫ યુવકો મોજ મસ્તી કરી રહ્યા હતા ત્યારે દરિયામાં કઈ જગ્યાએ ઊંડું પાણી છે તેની જાણ ન રહેતા યુવકો દરિયાના પાણીમાં આગળ વાધતા ડુબવા લાગ્યા હતા. જેમાં ત્રણ યુવકોના મોત થયા હતા. 

૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના માંડવી બીચ ઉપર સહેલાણીઓની બોટ દરિયામાં ડુબી ગઈ હતી. બોટમાં સવાર અમદાવાદના પરિવાર પૈકી એક મહિલાએ સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો જેાથી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બેલાબેન ઠકકરનું મોત થયું હતુ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *