ગોવામાં મહિલા પ્રવાસી સાથે દુષ્કર્મના આરોપમાં ગુજરાતના યુવકની ધરપકડ

ગોવા પોલીસે ઉત્તર ગોવાના અસ્સોનોરા ગામના એક રિસોર્ટમાં મહિલા પર્યટક સાથે કથિત રીતે દુષ્કર્મ કરવાના આરોપ હેઠળ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી ગુજરાતનો વતની છે. અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે 23 ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી અને પીડિતાની ફરિયાદના આધારે આરોપી લક્ષ્મણ શિયાળ (47) ની ધરપકડ કરી લીધી છે. આરોપી પણ ગોવા ફરવા આવ્યો હતો. 

પોલીસ ડે.સુપ્રીન્ટેન્ડન્ટ જીવબા ડાલવીએ કહ્યું કે પીડિતા અને આરોપી મુસાફરી દરમિયાન એક વિમાનમાં મળ્યા હતા અને બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. વાતચીત દરમિયાન આરોપીએ મહિલાનો મોબાઈલ નંબર લઈ લીધો હતો અને પછી ફોન પર તેનો સં૫ર્ક સાધ્યો હતો. 

તેમણે ફરિયાદનો હવાલાથી કહ્યું કે આ સપ્તાહની શરૂઆતમાં પીડિત યુવતી અને આરોપી વ્યક્તિએ અલગ અલગ ગોવાની મુલાકાત લીધી હતી. આરોપીએ 23 ઓગસ્ટે મહિલાને ફોન કરી અસ્સોનોરામાં રિસોર્ટ પર બોલાવી હતી. અહીં તે રોકાયો હતો. તેણે સુવિધાઓ બતાવવાના બહાને મહિલાને બોલાવી હતી. ડાલવીએ કહ્યું કે જ્યાં મહિલા એકલી રિસોર્ટ પહોંચી તો આરોપી તેને રૂમમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું. તેણે આ ઘટના વિશે કોઈને જાણ નહીં કરવાની ધમકી પણ આપી હતી. મહિલાની ફરિયાદ પર પોલીસે ટીમની રચના કરી અને આરોપીની ઉત્તર ગોવાના માપુસા શહેર નજીક થિવિમ ગામેથી ધરપકડ કરી હતી. પોલીસે પીડિતાની વય જાહેર નથી કરી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *