ફાઈનાન્સ, આઈટી, કેપિટલ ગુડઝ, મેટલ શેરોમાં ફંડોની તેજી

ચાઈનાની આર્થિક હાલત કફોડી બની રહી હોઈ ડિફલેશન, પ્રોપર્ટી માર્કેટમાં ઉઠમણા અને શેડો બેંકિંગ પ્રવૃતિઓના ગબારાં ચગવા લાગતાં એક તરફ વૈશ્વિક ચિંતા વધી રહી હોવા સામે વિકલ્પ તરીકે ફંડો ભારત તરફ વળવાની અપેક્ષાએ આજે ભારતીય શેર બજારોમાં ઘટાડે ફંડોની ખરીદી નીકળતાં બજારે મજબૂતી બતાવી હતી. ફંડોની કેપિટલ ગુડઝ-પાવર શેરો સાથે ખાસ બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ સહિતના બજાજ ટ્વિન્સ શેરો તેમ જ અન્ય પસંદગીના બેંકિંગ શેરો સાથે મેટલ-માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં મોટી ખરીદી થતાં અને કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી, હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આકર્ષણે બજારમાં કરેકશનને બ્રેક લાગી રિકવરી જોવાઈ હતી. સેન્સેક્સ ૨૬૭.૪૩ પોઈન્ટ વધીને ૬૫૨૧૬.૦૯ અને નિફટી સ્પોટ ૮૩.૪૫ પોઈન્ટ વધીને ૧૯૩૯૩.૬૦ બંધ રહ્યા હતા.

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની વેચવાલી અટકી ઘટાડે વેલ્યુબાઈંગ સાથે શોર્ટ કવરિંગ થતાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૭૨.૮૧ પોઈન્ટ વધીને ૩૧૧૮૦.૭૭ બંધ રહ્યો હતો. ઝેનસાર ટેકનોલોજી રૂ.૭.૫૫ વધીને રૂ.૫૧૨.૬૦, એમ્ફેસીસ રૂ.૩૧.૯૦ વધીને રૂ.૨૩૨૩, એલઆઈટી માઈન્ડટ્રી રૂ.૬૦.૪૫ વધીને રૂ.૫૧૪૬.૦૫, ઈન્ફોસીસ રૂ.૧૫.૪૦ વધીને રૂ.૧૪૦૪.૧૫, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૬૩.૮૦ વધીને રૂ.૫૦૧૧.૮૦, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૮૨.૯૫ વધીને રૂ.૪૩૪૫.૫૫, કોફોર્જ રૂ.૮૩.૦૫ વધીને રૂ.૫૦૦૧.૧૦, લેટેન્ટ વ્યુ રૂ.૧૨.૨૦ વધીને રૂ.૪૩૭.૩૦, ટીસીએસ રૂ.૩૧.૫૦ વધીને રૂ.૩૩૯૯.૧૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૭૨.૮૧ પોઈન્ટ વધીને ૩૧૧૮૦.૭૭ બંધ રહ્યો હતો.

ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં આજે ખાસ બજાજ ટ્વિન્સ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. બજાજ ફાઈનાન્સ રૂ.૧૮૫ વધીને રૂ.૭૦૪૬.૭૦, બજાજ ફિનસર્વ રૂ.૧૮.૯૫ વધીને રૂ.૧૪૭૮.૫૫ રહ્યા હતા. જ્યારે ટીએમબી-તમિલનાડ મર્કન્ટાઈલ બેંક રૂ.૮૮.૧૦ ઉછળીને રૂ.૫૭૨.૩૦, મુથુટ કેપિટલ રૂ.૨૮.૬૫ વધીને રૂ.૩૭૮.૫૦, જેકે બેંક રૂ.૬.૫૪ વધીને રૂ.૯૨.૯૨, રેપકો હોમ રૂ.૨૭.૭૫  વધીને રૂ.૪૦૦.૮૫, જીઓજીત ફિન રૂ.૨.૮૫ વધીને રૂ.૫૧.૪૫, કેર રેટીંગ્સ રૂ.૩૮.૦૫ વધીને રૂ.૭૯૨.૭૦, ડીસીબી બેંક રૂ.૪.૯૦ વધીને રૂ.૧૧૭.૧૫, પીએનબી હાઉસીંગ રૂ.૨૩.૧૦ વધીને રૂ.૬૫૭.૮૫, ક્રિસિલ રૂ.૧૧૦.૧૦ વધીને રૂ.૩૯૨૭.૩૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૧૯.૨૫ વધીને રૂ.૯૧૫.૫૫ રહ્યા હતા. આ સાથે ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૮.૩૦ વધીને રૂ.૧૩૯૯, એક્સિસ બેંક રૂ.૯.૫૫ વધીને રૂ.૯૫૨.૫૦, કોટક બેંક રૂ.૧૦.૯૫ વધીને રૂ.૧૭૬૧.૪૦ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે વ્યાપક ખરીદી રહી હતી. થર્મેક્સ રૂ.૧૫૨.૨૫ ઉછળીને રૂ.૨૭૫૨, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧.૭૫ વધીને રૂ.૪૯૯.૫૫, સોના બીએલડબલ્યુ રૂ.૨૪.૪૫ વધીને રૂ.૫૯૦.૮૫, જીએમઆર એરપોર્ટસ રૂ.૨.૧૨ વધીને રૂ.૫૫.૪૧, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૬૫ વધીને રૂ.૨૨૫૫.૮૫, ભેલ રૂ.૨.૮૫ વધીને રૂ.૧૦૦.૮૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૬.૧૫ વધીને રૂ.૧૧૧૫, પોલીકેબ રૂ.૭૬.૯૫ વધીને રૂ.૪૮૫૦.૨૦, સિમેન્સ રૂ.૪૧.૧૫ વધીને રૂ.૩૬૪૭.૫૦, ભારત ફોર્જ રૂ.૯.૮૫ વધીને રૂ.૯૭૯.૩૫, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૧૨૧.૩૦ વધીને રૂ.૧૩,૧૧૩, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૨૩.૯૦ વધીને રૂ.૨૬૬૩.૮૦ રહ્યા હતા. બીએસઈ  કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૪૬૮.૮૩ પોઈન્ટ વધીને ૪૩૬૪૧.૭૨ બંધ રહ્યો હતો.

ચાઈનાની કફોડી હાલત વચ્ચે ભારતીય મેટલ-માઈનીંગ ક્ષેત્રે માઠી અસરના અંદાજ છતાં ઈન્ફ્રાસ્ટ્રકચર  ક્ષેત્રે માંગ જળવાઈ રહેવાની અપેક્ષાએ ફંડોની શેરોમાં ઘટાડે પસંદગીની લેવાલી રહી હતી. એનએમડીસી રૂ.૩.૨૦ વધીને રૂ.૧૧૮.૪૫, હિન્દાલ્કો રૂ.૯.૫૫ વધીને રૂ.૪૪૯.૨૦, સેઈલ રૂ.૧.૭૧ વધીને રૂ.૮૬.૦૩, જિન્દાલ સ્ટીલ રૂ.૧૨.૬૫ વધીને રૂ.૬૫૩.૪૦, નાલ્કો રૂ.૧.૧૩ વધીને રૂ.૮૭.૯૨, કોલ ઈન્ડિયા રૂ.૨.૬૫ વધીને રૂ.૨૩૦.૧૦, ટાટા સ્ટીલ રૂ.૧.૧૦ વધીને રૂ.૧૧૬.૮૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૭.૧૦ વધીને રૂ.૭૯૪.૧૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૫૦.૫૫ પોઈન્ટ વધીને ૨૧,૨૬૭.૮૫ રહ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી ડિમર્જ થઈને હવે શેર બજારોમાં આજે લિસ્ટિંગ થયેલી જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડના શેરના પાંખા લિસ્ટિંગ બાદ ધબડકો થઈ ગયો હતો. શેરમાં ઈન્ડેક્સ ફંડોની વેચવાલી નીકળતાં શેર એનએસઈ એક્સસચેન્જ પર પાંચ ટકાની નીચલી સર્કિટમાં રૂ.૧૨.૯૫ ઘટીને ૩.૪૫ કરોડ શેરોના ઓનલી સેલરમાં રહ્યો હતો. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૬.૮૦ ઘટીને રૂ.૨૫૨૦ રહ્યો હતો.

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે નવેસરથી પસંદગીની મોટી ખરીદી થઈ હતી. કોપરાન રૂ.૧૮.૮૦ વધીને રૂ.૧૮૧.૪૦, ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક રૂ.૩૯.૫૦ વધીને રૂ.૫૬૮.૫૦, પોલી મેડિક્યોર રૂ.૮૮.૮૫ વધીને રૂ.૧૪૨૮.૮૫, ન્યુલેન્ડ લેબ રૂ.૧૬૧.૧૦ વધીને રૂ.૩૯૨૪.૧૦,પેનેશિયા બાયોટેક રૂ.૪.૩૦ વધીને રૂ.૧૩૨.૨૫, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ રૂ.૧૩૪.૬૫ વધીને રૂ.૫૩૬૬.૮૦, આરપીજી લાઈફ રૂ.૨૯.૨૦ વધીને રૂ.૧૧૮૯.૫૦, કોવેઈ મેડિકલ રૂ.૬૦.૧૫ વધીને રૂ.૨૫૫૧.૦૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૨૦.૪૨ પોઈન્ટ વધીને ૨૮૦૨૧.૭૬ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ઘટાડે ફરી વ્યાપક વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ઘટીને ૧૬૭૫ અને વધનારની સંખ્યા વધીને ૨૦૬૨રહી હતી.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૧૯૦૧.૧૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૮૦૭૪.૯૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૯૭૬.૦૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૬૨૬.૨૫કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૬૧૫૭.૪૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૫૩૧.૧૫ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વ્યાપક લેવાલી થતાં શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૫૨ લાખ કરોડ વધીને રૂ.૩૦૬.૯૫ લાખ કરોડ પહોંચ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *