સુરતમાં પાલીકાના BRTS બસના ડ્રાઇવરો બન્યા બેફામ

સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ બસ સેવા દિવસે અને દિવસે જોખમી બની રહી છે. બીઆરટીએસ અને સિટી બસના અકસ્માત હવે સામાન્ય થઈ પડ્યા છે. આજે કોસાડ નજીક બીઆરટીએસની વધુ એક બસના ડ્રાઇવરે બસને ડિવાઇડર પર ચડાવી દેતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા.

સુરત મહાનગરપાલિકાની સીટી અને બીઆરટીએસ બસના ડ્રાઈવરો શહેરમાં બેફામ રીતે બસ દોડાવી રહ્યા છે. બસના ડ્રાઇવરો છાસવારે અકસ્માત સર્જે છે તો કંડક્ટરો પૈસા લઈને મુસાફરોને ટિકિટ આપતા નથી. ડ્રાઇવર કંડકટર દ્વારા કરવામાં આવતા બંધ અને કારણે પાલિકાની ઇમેજને ધક્કો પહોંચી રહ્યો છે. સુરત પાલિકાની સીટી અને બીઆરટીએસ બસ દિવસેને દિવસે લોકો માટે વધુ જોખવી સાબિત થઈ રહી છે.

આજે કોસાડ નજીક આવેલા બીઆરટીએસના એક બસ સ્ટેન્ડના ડિવાઇડર પર બસ ચાલકે ધડાકાભેર બસ ચઢાવી દીધી હતી. આ બસમાં 20 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા અચાનક બસ ડિવાઇડર પર જડી જતા મુસાફરો ગભરાઈ ગયા હતા. સનસીબે કોઈને વધુ ઇજા થઈ ન હતી.

આ કિસ્સાવાદ ડ્રાઇવરને ચક્કર આવતા હોવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. આવા કારણ બાદ પાલિકાના ડ્રાઇવર અને કંડક્ટરોને મેડિકલ ક્ષમતા સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *