વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ આજથી શરૂ થઈ રહી છે. પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંત સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ આ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. આ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની 28મી આવૃત્તિ છે, જે 21 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી ડેનમાર્કના કોપનહેગનમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારતના ઘણા ખેલાડીઓ ભાગ લેશે. પરંતુ જે ખેલાડીઓ પર સૌથી વધુ નજર રહેશે તેમાં એસએસ પ્રણય ટોપ પર છે. પ્રણય તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં રમ્યો હતો અને મે મહિનામાં ચીનના વાંગ હોંગ યાંગને 3-2થી હરાવીને મલેશિયા માસ્ટર્સ ટાઇટલ જીત્યું હતું. પ્રણયની પ્રથમ મેચ ફિનલેન્ડના કાલે કોલજોનેન સાથે થશે.

સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની વર્લ્ડ નંબર 2 જોડીએ આ વર્ષે ખૂબ જ જોરદાર પ્રદર્શન કર્યું છે. આ જોડીએ વર્ષ 2023માં ઈન્ડોનેશિયા ઓપન, એશિયન ચેમ્પિયનશિપ, સ્વિસ ઓપન અને કોરિયા ઓપન જીતી છે. આ કારણે સાત્વિક-ચિરાગ પાસેથી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલની ઘણી આશા છે. આ સિવાય લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંત પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા છે. 2021ની આવૃત્તિમાં શ્રીકાંતે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે લક્ષ્યે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત તરફથી વિશ્વ ચેમ્પિયનશિપમાં પીવી સિંધુએ સૌથી વધુ મેડલ જીત્યા છે.

સિંધુએ અત્યાર સુધીમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. વર્ષ 2019માં સિંધુએ મહિલા સિંગલ્સમાં જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ આ પછી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંધુનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું અને તે એક પણ મેડલ જીતવામાં સફળ રહી ન હતી. આ વખતે તે તેના જૂના પ્રદર્શનનું પુનરાવર્તન કરશે તેવી અપેક્ષા છે. વર્ષ 1977થી ભારતે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ, ચાર સિલ્વર સહિત 13 મેડલ જીત્યા છે. આ ટૂર્નામેન્ટમાં બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણે વર્ષ 1983માં ભારતને બ્રોન્ઝના રૂપમાં પહેલો મેડલ અપાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *