પ્રથમ વખત સની દેઓલ રક્ષાબંધન પર જશે બહેનના ઘરે

બોલીવૂડ ઈન્ડસ્ટ્રીના એક્શન સ્ટાર સની દેઓલ હાલ પોતાની ફિલ્મ ‘ગદર 2’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થયા બાદ પણ સની દેઓલ સતત અલગ-અલગ શહેરોની મુલાકાત લઈને તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. સની દેઓલના પારિવારિક સંબંધો વિશે વાત કરીએ તો, તેને તેની સાવકી માતા હેમા માલિની અને સાવકી બહેનો ઈશા દેઓલ અને આહાના દેઓલ સાથે વધારે સારી બોન્ડિંગ નથી. હેમા માલિની અને તેની પુત્રીઓ ઈશા દેઓલ અને આહાના દેઓલને ગયા જૂનમાં સની દેઓલના મોટા દીકરા કરણ દેઓલના લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જો કે ઈશા દેઓલે તેના સાવકા ભાઈ સની દેઓલના પુત્ર કરણ દેઓલને તેના લગ્ન માટે સોશ્યલ મીડિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. આ પછી ઈશા દેઓલે સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ની સફળતા પર શુભેચ્છાઓ આપી છે. એવું લાગે છે કે સની દેઓલ અને તેની સાવકી બહેનો વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે. સની દેઓલે ઈશા દેઓલ અને આહાના દેઓલને તેમની ફિલ્મ ‘ગદર 2’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે આમંત્રણ આપ્યું હતું. હવે એવી માહિતી મળી છે કે સની દેઓલ તેની સાવકી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરશે.

સની દેઓલ સાવકી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી શકે

મળેલી માહિતી અનુસાર સની દેઓલ તેની સાવકી બહેનો ઈશા અને આહાના સાથે રક્ષાબંધનની ઉજવણી કરી શકે છે. આ તહેવાર પર બંને સની દેઓલને રાખડી પણ બાંધી શકે છે. એક સૂત્રના જણાવ્યા મુજબ, “સની દેઓલ અત્યારે ખૂબ જ ખુશ છે કારણ કે તેણે ગદર 2 સાથે લાંબા સમય પછી સફળતા જોઈ છે અને તેથી તે ભૂતકાળને ભૂલીને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આ વર્ષે સની દેઓલ તેના ભાઈઓ બોબી દેઓલ અને અભય દેઓલ સાથે તેની સાવકી બહેનના ઘરે રાખી બંધાવા જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *