મધ્યપ્રદેશના રીવામાં લોકાયુક્તે 50 હજાર રૂપિયા કમીશન પેટે લેતાં પ્રિન્સિપાલની ધરપકડ કરી લીધી. ક્લાર્ક પાસેથી ખરીદીના બિલ પાસ કરવાના બદલામાં પ્રિન્સિપાલે 30 ટકા કમીશનની માગ કરી હતી. આ મામલો રીવા જિલ્લામાં આવેલી ITIનો છે. અહીં કરણ સિંહ રાજપૂત ITIના ઈન્ચાર્જ અને પ્રિન્સિપાલ છે. 

ભ્રષ્ટાચાર કરતાં રંગેહાથ પકડાયેલા પ્રિન્સિપાલ કરણ સિંહ વસ્તુઓની ખરીદીના બિલોની ચૂકવણીના બદલામાં ક્લાર્ક પાસે કમીશન પેટે મોટી રકમ માગી રહ્યો હતો. તેની ફરિયાદ સંસ્થાનના પર્ચેઝ વિભાગના સહાયક ગ્રેડ-3ના ક્લાર્ક બાલેન્દ્ર કુમાર શુક્લાએ લોકાયુક્તને કરી દીધી હતી. પોલીસ સુપ્રીન્ટેડન્ટ ગોપાલ સિંહ ધાકડે આ ફરિયાદને વેરિફાઈ કરાવી. મજબૂત પુરાવા મળ્યા બાદ લોકાયુક્તે 50 હજારની લાંચ લેતાં પ્રિન્સિપાલને રંગેહાથ પકડી લીધા હતા. 

ક્લાર્ક બાલેન્દ્ર શુક્લાએ જણાવ્યું કે ITIમાં ટ્રેનિંગ મટીરિયલની ખરીદી આખા વર્ષ દરમિયાન થાય છે. પ્રિન્સિપાલ આ ખરીદીમાં તેનું કમીશન કાઢી આપવા સતત દબાણ કરી રહ્યો હતો. જોકે ક્લાર્ક કમીશન આપવા તૈયાર નહોતો. ખરીદીના બિલની ચૂકવણી લાંબા સમયથી અટકી હતી જેના માટે તે 30 ટકા કમીશનની માગ કરી રહ્યો હતો. પ્રિન્સિપાલે 98500 રૂપિયાની માગ કરી હતી. આજીજી કર્યા બાદ મામલો 15 ટકા કમિશન પેટે 50 હજાર રૂપિયા આપવામાં નક્કી થયો. એટલા માટે ક્લાર્કે લોકાયુક્તને ફરિયાદ કરી દીધી હતી. લોકાયુક્તની 12 સભ્યોની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *