ભારત આજે સિરીઝ બરાબરી કરવા ઉતરશે મેદાનમા

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝની ચોથી મેચ આજે અમેરિકાના ફ્લોરિડા શહેરમાં રમાશે. આ મેચ ફ્લોરિડાના લોડરહિલ મેદાન પર રમાશે. આ સિરીઝની પ્રથમ 3 મેચમાં વિન્ડીઝ ટીમે 2માં જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમે ત્રીજી T20 મેચ 7 વિકેટે જીતીને સિરીઝમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા પાસે હવે ચોથી T20 મેચ જીતીને સિરીઝમાં બરાબરી કરવાની તક છે. ચોથી T20 મેચમાં ઈશાન કિશન ફરી ટીમમાં વાપસી કરતો જોવા મળી શકે છે, જેની જગ્યાએ ત્રીજી T20માં યશસ્વી જયસ્વાલને તક આપવામાં આવી હતી. આ સિવાય વિન્ડીઝ ટીમમાં જેસન હોલ્ડરની વાપસી જોવા મળી શકે છે.

હેડ-ટુ-હેડ

T20 ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો તેમાં ભારતીય ટીમનું પલડું ભારે છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 28 મેચ રમાઈ છે, જેમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 9 મેચ જીતી છે જ્યારે ભારતે 18 મેચ જીતી છે.

પીચ બેટ્સમેનો માટે વધારે અનુકુળ 

ફ્લોરિડાનું લોડરહિલ મેદાન બેટ્સમેનો માટે વધારે અનુકુળ રહેતું હોય છે. આ મેદાન પર બેટિંગ કરવી ખૂબ જ સરળ રહી છે. અહીં ટાર્ગેટનો પીછો કરતી ટીમ પણ 200નો સ્કોર આસાનીથી હાંસલ કરતી જોવા મળી છે. અહીં પ્રથમ ઇનિંગનો અત્યાર સુધીનો સરેરાશ સ્કોર 180 રનનો જોવા મળ્યો છે.

બંને ટીમોની સ્કોડ

ભારત

યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન (wkt), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (c), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, આવેશ ખાન, રવિ બિશ્નોઈ, તિલક વર્મા

વેસ્ટ ઈન્ડિઝ

કાયલ મેયર્સ, જોહ્ન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન (wkt), શાઈ હોપ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ (c), જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય, ઓશેન થોમસ, બ્રેન્ડન કિંગ, ઓડિયન સ્મિથ, રોસ્ટન ચેઝ, રોમારિયો શેફર્ડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *