હાર્દિક પંડ્યા ઓવર કોન્ફિડેન્સમાં? નિકોલસ પૂરણને આપી ખૂલ્લી ચેલેન્જ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ગઈકાલે પ્રોવિડેન્સમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને 7 વિકેટે હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝ સિરીઝમાં 2-1થી આગળ છે. મેચ બાદ પોસ્ટ મેચ સેરેમનીમાં ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ વેસ્ટ ઇન્ડીઝ ટીમની વિરુદ્ધ જંગનો એલાન કરી દીધી છે. હાર્દિકે ચોથી T20 મેચ પહેલા વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર બેટ્સમેન નિકોલસ પૂરનને ખૂલ્લી ચેલેન્જ આપી છે.

હાર્દિકે નિકોલસ પૂરનને આપી ખૂલ્લી ચેલેન્જ

મેચ બાદ હાર્દિકે કહ્યું, ‘જો નિક્કીને મારવું હોય તો તે હું જયારે બોલિંગ કરું ત્યારે મારે હું આવી સ્પર્ધાનો આનંદ માણું છું. હું જાણું છું કે તે સાંભળશે અને ચોથી T20માં તે મારા પર જોરદાર પ્રહાર કરશે અને અંતે મને વિકેટો અપાવશે. આ નિવેદન પરથી અંદાજ લગાવી શકાય છે કે હાર્દિકે નિકોલસ પૂરનની બેટિંગ પર બ્રેક લગાવવા માટે પોતાનું હોમવર્ક કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે 12મી ઓગસ્ટે ચોથી T20માં આ જંગમાં કોણ વિજેતા બને છે. હાર્દિક અને પૂરન અત્યાર સુધી 7 ઇનિંગ્સમાં સામસામે આવી ચુક્યા છે, જેમાં પૂરને હાર્દિક વિરુદ્ધ 42 રન બનાવ્યા છે અને 1 વખત આઉટ થયો છે.

ડેથ ઓવર્સમાં કર્યો હતો ફાસ્ટ બોલર્સનો ઉપયોગ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં પૂરને શાનદાર 67 રનની ઇનિંગ રમી હતી. પરંતુ ત્રીજી T20 મેચમાં તે માત્ર 20 રન બનાવીને આઉટ થયો હતો. ગઈકાલની મેચમાં તે 11મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો જયારે બીજી મેચમાં તે ચોથી ઓવરમાં જ બેટિંગ કરવા મેદાન પર ઉતરી ગયો હતો. હાર્દિકે પણ ગઈકાલની મેચમાં પોતાના ફાસ્ટ બોલર્સનો ઉપયોગ ડેથ ઓવર્સમાં કર્યો હતો. તેણે શરૂઆતની ઓવર્સ સ્પિનર્સથી નખાવી હતી. મુકેશ કુમારથી હાર્દિકે 17મી ઓવર સુધી બોલિંગ ન કરાવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *