દેશના ઉત્તર પૂર્વ રાજ્ય સિક્કિમમાં સૈન્યના બે જવાનો શહીદ થઈ ગયાના અહેવાલ મળ્યા છે.  આ મામલે ગત રોજ સાંજે સૈન્યએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ એસ.મૈતી અને નાયક પરવે કિશોર પૂર્વ સિક્કિમમાં ઓપરેશનલ ડ્યૂટી સમયે શહીદ થઈ ગયા હતા. 

મૃત્યુનું કારણ હજુ અકબંધ 

જોકે તેમના મૃત્યુનું કારણ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી. સૈન્યએ માત્ર એટલી જ માહિતી આપી છે કે ઓપરેશનલ ડ્યુટી દરમિયાન વાહન ચલાવતા બંને સેનાના જવાનોના મોત થયા હતા.

અગાઉ પૂંછમાં સૈન્યએ બે આતંકી ઠાર માર્યા હતા 

અગાઉ કાશ્મીરમાં પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) ની સુરક્ષા કરતા સૈન્યના જવાનોએ સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને બે આતંકવાદીઓને ઠાર કર્યા. જમ્મુમાં સંરક્ષણ વિભાગના પીઆરઓ, લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બર્તવાલે જણાવ્યું હતું કે, રવિવારે મધરાતે લગભગ 2 વાગ્યે, સૈન્ય અને પોલીસની સંયુક્ત ટીમે ગઢી બટાલિયન વિસ્તારમાં બે આતંકવાદીઓને ઘૂસણખોરીનો પ્રયાસ કરતા જોયા. જ્યારે તેમને ચેતવણી આપવામાં આવી તો તેમણે સેના પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબી ગોળીબારમાં તે આતંકવાદીઓ માર્યા ગયા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *