કપિલ શર્મા કોમેડી (Comedy) માટે લોકપ્રિય છે. તે પોતાના ધ કપિલ શર્મા શોમાં આવતા કલાકારો સાથે મજાક મસ્તી કરતો હોય છે. ત્યારે આવા જ એક એપિસોડમાં બોલિવુડના દિગ્ગજ કલાકાર સંજય દત્ત અને ક્રીતી સેનન જોવા મળ્યા હતા. આ દરમિયાન કપિલ શર્માએ બંને સાથે ખૂબ જ મજાક મસ્તી કરી હતી.

કપિલ શર્મા સોશિયલ મિડીયામાં કલાકારો વિશે ફેલાતી અફવાઓ વિશે કલાકારોને સવાલ પૂછતો હોય છે, ત્યારે આવો જ એક સવાલ કપિલે સંજય દત્તને પૂછ્યો હતો કે અજય દેવગણ તેમના ફેમિલી ડોક્ટર છે, તો સંજય દત્તે હા પાડી હતી અને કહ્યું હતું કે તે મારો નાનો ભાઈ છે અને સલાહ આપતો રહે છે. તેની પાસે હોમિયોપેથિક દવાઓનું સારું નોલેજ છે, તેથી હું તેને ડોક્ટર જ કહું છું. અને તેની પાસે એક સ્પેશિયલ દવા છે, જે મારા માટે ખાસ છે. ત્યાર બાદ બધા ખડખડાટ હસી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *