ગુજરાતી મૂળના અમેરિકન જજ સમક્ષ હાજર થયા USના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગઈકાલે અમેરિકન મેજિસ્ટ્રેટ જજ સમક્ષ હાજર થયા હતા. આ જજ ગુજરાતમાં જન્મેલા અને ભારતીય મૂળના છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર 2020ની  ચૂંટણીના પરિણામોને પલટાવવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. ગુજરાતમાં જન્મેલા અને પત્રકારત્વમાં સ્નાતક થયેલી મહિલાએ અમેરિકામાં ન્યાયાધીશની ખુરશી સુધી કેવી રીતે પહોંચી.

પત્રકારત્વમાં સ્નાતકની ડિગ્રી મેળવી

ગુજરાતમાં જન્મેલા મોક્ષિલા ઉપાધ્યાય અમેરિકાના કેન્સાસ શહેરમાં મોટા થયા હતા. તેમણે અમેરિકાની યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ઉપાધ્યાયે યુનિવર્સિટી ઓફ મિઝોરીમાંથી લેટિનમાં ઓનર્સ કર્યા બાદ અમેરિકન યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન કોલેજ ઓફ લોમાંથી જેડી કર્યું. આ સાથે જ ઉપાધ્યાયે ક્રિમિનલ જસ્ટિસ ક્લિનિકમાં તેમના ટ્રાયલ કાર્યમાં વિશિષ્ટતા હાંસલ કરી હતી. આ સિવાય તે એડમિનિસ્ટ્રેટિવ લો રિવ્યૂના સભ્ય પણ રહી ચૂક્યા છે. વોશિંગ્ટન સ્કૂલમાંથી સ્નાતક થયા બાદ તેમણે ડીસી કોર્ટ ઓફ અપીલ્સના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એરિક ટી. વોશિંગ્ટન સાથે કામ કર્યું હતી અને તે દરમિયાન તે ભૂતપૂર્વ જજ એરિક માટે બે વર્ષ માટે કાયદાની ક્લાર્ક રહી હતી.

ઘણી સંસ્થાઓમાં વકીલાતની પ્રેક્ટિસ કરી હતી

કાયદા ક્લાર્કની નોકરી કર્યા બાદ ઉપાધ્યાય વેનેબલ એલએલપીની વોશિંગ્ટન ડીસી ઓફિસમાં જોડાયા હતી જ્યા તેમણે વ્યાપારી અને વહીવટી બાબતો સાથે સંકળાયેલા સૌથી અઘરા કેસોની પ્રેક્ટિસ કરી હતી. તેણે 2011માં વેનેબલ પણ છોડી દીધું હતું અને ત્યારપછી તેણે તત્કાલીન ડિસ્ટ્રિક્ટ જજ રોબર્ટ એલ. વિલ્કિન્સમાં ફર્સ્ટ ક્લાર્ક તરીકે નોકરી લીધી હતી. ડિસ્ટ્રિક્ટ જજ સાથે કામ કર્યા બાદ તેણી ફરીથી વેનેબલમાં જોડાઈ અને તેની નિમણૂક સુધી વેનેબલ સાથે કામ કર્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે વેનેબલ ખાતે સહાયક અને ભાગીદાર તરીકે કામ કર્યું હતું. તેમણે ડીસી ઈનોસન્સ પ્રોટેક્શન એક્ટ અને ડીસી જેલવાસ ઘટાડવા માટે સતત કામ કર્યું હતું.

એક વર્ષ પહેલા થઈ નિયુક્તિ

મોક્ષિલા ઉપાધ્યાયને 7 સપ્ટેમ્બર 2022ના રોજ  યુએસ મેજિસ્ટ્રેટ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉપાધ્યાય ડીસી બાર લિટિગેશન સેક્શન સ્ટીયરિંગ કમિટીના ભૂતપૂર્વ કો-ચેરમેન પણ રહી ચૂક્યા છે. તે અમેરિકન બાર ફાઉન્ડેશનની ફેલો પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *