મણિપુરમાં ફરી મોટાપાયે હિંસા થવાની ભીતિ સેવાઈ રહી છે. ભીડે મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં બે સુરક્ષાચોકીઓ પર હુમલો કરી તોડફોડ મચાવી હતી અને ત્યારબાદ ભારે માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો લૂંટી લેવાયા હતા. પોલીસે જ આ માહિતી આપી હતી. 

મણિપુર પોલીસે મોડી રાતે એક નિવેદન જાહેર કર્યું 

હથિયારધારી હુમલાખોરોએ જ્યારે હુમલો કર્યો તો અથડામણમાં બિષ્ણુપુર જિલ્લાના કૌટ્રુકમાં એક સુરક્ષાકર્મી મૃત્યુ પામ્યો હતો. ગુરુવારે મોડી રાતે મણિપુર પોલીસે આ મામલે એક નિવેદન જાહેર કર્યું હતું અને તેમાં જણાવ્યું કે ભીડે બિષ્ણુપુરમાં મણિપુર સશસ્ત્ર પોલીસની બીજી બટાલિયનના કીરેનફાબી પોલીસ ચોકરી અને થંગલાવઈ પોલીસ ચોકી પર હુમલો કરી દીધો અને ભારે માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો લૂંટી લીધા હતા. 

બીજા પોલીસ સ્ટેશનોને પણ નિશાન બનાવાયા 

પુરુષો અને મહિલાઓની આક્રમક ભીડે એ જ જિલ્લામાં આવેલા હિંગાંગ પોલીસ સ્ટેશન અને સિંગજામેઈ પોલીસ સ્ટેશનને પણ નિશાન બનાવાને ત્યાંથી હથિયારો અને વિસ્ફોટકો લૂંટવા પ્રયાસ કર્યો હતો પરંતુ સુરક્ષાદળોએ મજબૂત કાર્યવાહી કરી તેમને ભગાડ્યા હતા. નિવેદનમાં જણાવાયું કે હથિયારધારી હુમલાખોરો અને સુરક્ષાદળોની અથડામણમાં કૌટ્રુક, હરઓથેલ અને સેનજામ ચિરાંગ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી જેમાં એક સુરક્ષાકર્મી સહિત બે લોકોને ગોળી વાગતા ઘવાયા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *