દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં રજૂ

દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. તેના પર ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે. ગૃહમંત્રી અમિત શાહ તેના પર જવાબ આપી રહ્યા છે. બિલ પર ચર્ચા કરતી વખતે અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારને કાયદો બનાવવાનો અધિકાર છે. દિલ્હી પૂર્ણ રાજ્ય નથી. તે એક સંઘશાસિત પ્રદેશ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટે આ મામલે અધિકારો દિલ્હી સરકારને આપ્યા હતા. જેના બાદ કેન્દ્ર સરકાર દ્વારા વટહુકમ લવાયો હતો. 

સંસદને દિલ્હી પર કાયદો બનાવવાનો અધિકાર : અમિત શાહ

અમિત શાહે કહ્યું કે ભૂતકાળમાં પંડિત નેહરુ, પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ જેવા ઘણા મોટા નેતાઓ, ડૉ. આંબેડકરે પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો. શાહે કહ્યું કે દિલ્હી સરકારે પોતાની પસંદગીના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો માત્ર ભાગ જ વાંચ્યો છે. વધુમાં શાહે કહ્યું કે સંસદને દિલ્હી પર કાયદો બનાવવાનો અધિકાર છે. આ સાથે તેમણે INDIA ગઠબંધનને પણ નિશાને લેતા કહ્યું કે આપ સરકાર એ વાત સમજી લે કે આ બિલ જ્યારે પસાર થઈ જશે તો આમ આદમી પાર્ટીને INDIA ગઠબંધન દ્વારા કોઈ સમર્થન નહીં આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *