અમેરિકામાં હિટ એન્ડ રનમાં ગુજરાતી યુવકનું મોત

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું છે. પાટણનો યુવક ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. જે આવતા મહિને ભારત પરત ફરવાનો હતો. પિતા સાથે ફોન પર વાત કરતાં સમયે જ ગાડીઓએ ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું છે. આ દુઃખદ સમાચાર મળતા જ યુવકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. યુવકના મૃતદેહને અમેરિકાથી પાટણ લાવવા માટે સરકારને જાણ કરવામાં આવી છે. હાલ યુવકના મૃતદેહને પાટણ લાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

દર્શિલ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો

મળતી માહિતી અનુસાર, પાટણનો દર્શિલ ઠક્કર નામનો યુવક ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં દર્શિલ સિગ્નલ બંધ હતું ત્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો, આ દરમિયાન અચાનક સિગ્નલ ખુલી જતાં કારે દર્શિલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે કાર ચાલક અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયો હતો. દર્શિલના મોતના સમાચાર મળતા જ વતનમાં રહેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની માંગ કરી રહ્યા છે. દર્શિલ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો અને તે સપ્ટેમ્બર મહિનામાં ભારત પરત આવવાનો હતો. 

મમ્મી પપ્પા સાથે વીડિયો કોલમાં વાતચીત કરતો હતો

પાટણમાં શિવકૃપા સોસાયટીમાં રહેતો દર્શિલ ટુરિસ્ટ વિઝા પર 9 એપ્રિલ 2023ના રોજ અમેરિકા ફરવા ગયો હતો. જે 26 સપ્ટેમ્બરના રોજ પરત ફરવાનો હતો. દર્શિલ ઠક્કર 31 જૂલાઇના રોજ સાંજે અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં વોકિંગ પર નીકળ્યો હતો. ત્યારે તે તેના મમ્મી પપ્પા સાથે વીડિયો કોલમાં વાતચીત કરતો હતો. આ દરમિયાન સિગ્નલ બંધ હોવાથી દર્શિલને થયું રોડ ક્રોસ કરવા ગયો પણ જેવો રોડ ક્રોસ કરવા ગયો કે અચાનક સિગ્નલ ખુલી ગયું અને ચિત્તાની ઝડપે આવતી ગાડીઓ દર્શિલ પરથી નીકળી ગઇ. આમ ગાડીઓના ટાયર દર્શિલ પર ફરી વળતાં દર્શિલ મોત ભેટ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *