સિંગાપોર જતી ક્રૂઝ શિપમાંથી ગુમ થયેલી ભારતીય મહિલાનું મોત

મલેશિયાના ઉત્તરી ટાપુ રાજ્ય પેનાંગથી સિંગાપોરની સ્ટ્રેટથી પસાર થતી વખતે ક્રૂઝ જહાજમાંથી પડી જતા સોમવારે ગુમ થઈ ગયેલી  ભારતીય મહિલાનું મોત થઈ ગયુ છે. મહિલાના પુત્રએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. રીટા સાહનીના પુત્ર વિવેક સાહનીએ સ્પેક્ટ્રમ ઓફ ધ સીઝ ક્રૂઝના સીસીટીવી જોયા બાદ કહ્યું કે, ફુટેજ જોયા બાદ અમને દુર્ભાગ્યવશ ખબર પડી કે અમારી માતા હવે અમારી વચ્ચે નથી રહ્યા.

વિવેકના માતા રીટા સાહની અને પિતા જાકેશ સાહની સ્પેક્ટ્રમ ઓફ ધ સીઝ પર હતા. આ પહેલા દંપતીના બીજા પુત્ર અપૂર્વ સાહનીએ સોમવારે જણાવ્યું હતું કે, તેમની માતાને તરતા નથી આવડતું. બીજી તરફ સિંગાપોરમાં ભારતીય હાઈ કમિશને મંગળવારે જણાવ્યું હતું કે, તેઓ મહિલાના પરિવાર સાથે સંપર્કમાં છે.

સ્પેક્ટ્રમ ઓફ ધ સીઝમાં સવાર હતી મહિલા

આ ઘટના સોમવારે બની હતી જ્યારે રીટા અને જાકેશ સ્પેક્ટ્રમ ઓફ ધ સીઝમાં સવાર થઈને પેનાંગથી સિંગાપોર પરત ફરી રહ્યા હતા. સોમવારે કપલની ચાર દિવસની ક્રુઝ ટ્રીપનો છેલ્લો દિવસ હતો. મહિલા ક્રુઝ જહાજમાંથી પાણમીમાં પડી ગઈ હતી. 

ભારતીય હાઈ કમિશને ટ્વીટમાં જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના સમાચાર મળ્યા બાદ તેઓ સાહની પરિવાર સાથે સતત સંપર્કમાં છે. હાઈ કમિશને કહ્યું કે, તે સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે સિંગાપોરના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં છે અને કાયદાકીય પ્રક્રિયાઓને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પત્ની પોતાના રૂમમાંથી ગાયબ હતી

મિશને જણાવ્યું કે, તેમણે રોયલ કેરેબિયન ક્રૂઝ કંપનીના ભારતીય મામલોના પ્રમુખ સાથે પણ સંપર્ક કર્યો છે. હાઈ કમિશને કહ્યું કે, અમે આ મુશ્કેલ સમયમાં પરિવારને તમામ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. જ્યારે જાકેશ સોમવારે જાગ્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની તેના રૂમમાંથી ગાયબ છે. જાકેશ સાહનીએ તેની પત્નીને ક્રૂઝ પર શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો. બાદમાં તેણે જહાજના ક્રૂને જાણ કરી. ત્યારે તેમણે કહ્યું કે, જહાજમાંથી કંઈક સિંગાપોર સ્ટ્રેટમાં પડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *