રાજકોટમાં સાવકી બહેન ઉપર ભાઈનું પાંચે’ક વખત દુષ્કર્મ

રાજકોટમાં સભ્ય સમાજનું માથુ શરમથી ઝૂકી જાય તેવી ઘટના બહાર આવી છે. 21 વર્ષના વાસનામાં અંધ શખ્સે તેની સગીર સાવકી બહેનને જ હવસનો શિકાર બનાવ્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાવતા આ કિસ્સામાં પોલીસે દુષ્કર્મ અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી હિતેષની ધરપકડ કરી છે.

ભોગ બનનારના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેની પહેલી પત્નીનું 2006માં અવસાન થયું હતું. જેના થકી સંતાનમાં તેને એક પુત્રી છે. જે 17 વર્ષની છે. પત્નીના અવસાન બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા. બીજી પત્ની સાથે આગલા ઘરના પુત્ર હિેતષને લઇને આવી હતી. તે વખતે હિતેષની ઉંમર 6 વર્ષની હતી. આ રીતે તે પહેલી અને બીજી પત્નીના સંતાનો સાથે રહે છે.  તેને પગમાં દુઃખાવો થતો હોવાથી ભાવનગરની હોસ્પિટલમાં પગના ગોળા બદલવાનું ઓપરેશન કરાવ્યું હતું. તે વખતે હોસ્પિટલમાં પત્ની અને પરિવારના સભ્યો બધા હાજર હતા. તબીબે 21 દિવસ પછી ટાંકા તોડાવવા માટે આવવાનું કહ્યું હતું. જેથી તે સમય દરમિયાન પોતાના વતનમાં રહ્યા હતા.  ત્યારબાદ તેની પત્ની અને સગીર પુત્રી અને પુત્ર રાજકોટ ખાતેના મકાનમાં આવી ગયા હતા. જ્યાં થોડાક દિવસ રોકાઇ તેની પત્ની તેની સેવા કરવા વતન આવી હતી. પાછળથી ઘરે તેની પુત્રી અને પુત્ર હાજર હતા. ગઇ તા.  29ના રોજ તેના પિતા તેની પુત્રીને લઇને તેના વતન આવ્યા હતા.

તે વખતે તેની પુત્રી સતત રડતી હોવાથી પૂછતા કહ્યું કે તેના સાવકા ભાઈ હિેતેષે ઘરે ચારથી પાંચ વખત તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે. પરિણામે ચર્ચા કર્યા બાદ ફરિયાદ કરવાનો નિર્ણય લઇ ભક્તિનગર પોલીસનો સંપર્ક કર્યો હતો.પોલીસે તત્કાળ આરોપી હિતેષની અટકાયત કરી હતી. જો કે હાલમાં તેણે દુષ્કર્મ નહીં ગુજાર્યાનો કક્કો ઘૂંટવાનું ચાલુ રાખ્યું છે. પોલીસે તેના વિરૂધ્ધ સજ્જડ પૂરાવા એકત્રિત કરવા તજવીજ શરૂ કરી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *