Akshay Kumar announces OMG 2 Teaser release date with powerful video; Fans  say 'masterpiece loading' | PINKVILLA

ગઈકાલે રાત્રે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ તેની વેબસાઇટ પર માહિતી શેર કરી હતી કે અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી સ્ટારર ‘ઓ માય ગોડ 2’ ઉર્ફે ‘OMG 2’ ને ‘A’ સર્ટિફિકેટ સાથે જાહેર પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી છે. આજ સવારથી એવી ચર્ચા છે કે ફિલ્મને કોઈપણ કટ વિના A પ્રમાણપત્ર સાથે પાસ કરવામાં આવી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જે ફિલ્મ સેન્સરમાંથી પસાર થઈ છે તે સંપૂર્ણપણે બદલાયેલી ફિલ્મ છે અને ઓરિજિનલ ફિલ્મથી લઈને પાસ થયેલી ફિલ્મ સુધી આવતા તેના નિર્માતાઓએ બે ડઝનથી વધુ ફેરફારો કર્યા છે.

ab2news

ફિલ્મમાં લગભગ 27 ફેરફાર કરવામાં આવ્યા

ફિલ્મ ‘OMG 2’ને લઈને સેન્સર બોર્ડ અને તેના નિર્માતાઓ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી વિવાદ ચાલી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મના નિર્માતા તેમની ફિલ્મમાં કોઈપણ ફેરફારની વિરુદ્ધ છે અને ફિલ્મની રિવિઝન કમિટીએ સૂચવેલા ફેરફારોને સ્વીકારવા તૈયાર નથી. સેન્સર બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મમાં લગભગ 27 ફેરફાર કરવામાં આવ્યા છે અને હવે અક્ષય કુમાર ફિલ્મમાં ભગવાન તરીકે નહીં પરંતુ તેમના દૂત તરીકે જોવા મળશે. અત્યાર સુધી પંકજ ત્રિપાઠી અને અક્ષયના પાત્ર વચ્ચેનો સંબંધ ભગવાન અને ભક્તનો જણાવવામાં આવતો હતો, હવે આ બંને વચ્ચેનો સંબંધ દેવદૂત અને ભગવાનના ભક્ત જેવો થવા જઈ રહ્યો છે. ફિલ્મમાં નાગા સાધુઓની સામે દર્શાવવામાં આવેલા નગ્ન દ્રશ્યો હટાવી તેની જગ્યાએ નાગાઓના અન્ય દ્રશ્યો નાખવામાં આવ્યા છે તેવાં સમાચાર મળ્યા છે.

ab2news

ફિલ્મના લગભગ 13 મિનિટના દ્રશ્યોમાં ફેરફાર કરવામાં આવ્યા

ફિલ્મ ‘OMG 2’ ની સ્ટોરી મુજબ ભગવાનના ભજન ગાનારા એક ભક્તના પુત્રને અનુશાસનહીનતાના આરોપમાં શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે. ભગવાન પરની તેની શ્રદ્ધા તૂટે તે પહેલાં જ તેના જીવનમાં અલૌકિક ફેરફારો થાય છે અને તેનું જીવન પાછું પાટા પર આવી જાય છે. સેન્સર બોર્ડ અનુસાર આ સ્ટોરી બતાવવા માટે કુલ ફિલ્મના લગભગ 13 મિનિટના દ્રશ્યોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ફિલ્મમાં તેના ડાયલોગ્સને લઈને તમામ ફેરફારો કરવાનું સામે આવી રહ્યું છે. ફિલ્મમાં દારૂ, ઝેર, મહિલાઓ વગેરેના સંદર્ભમાં બોલાતા સંવાદો બદલવામાં આવ્યા છે. કોન્ડોમની જાહેરાતનું બોર્ડ બદલવામાં આવ્યું છે. હાઈકોર્ટને લગતો ભાગ પણ બદલાઈ ગયો છે.

ab2news

અક્ષય કુમારના રેલ્વે સ્ટેશનના પાણીમાં નહાતા સીનને પણ હટાવ્યા

ફિલ્મમાં જે સૌથી મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે તે સનાતન સંસ્કૃતિ સાથે સંબંધિત છે. ફિલ્મમાં એક સંવાદ જે શિવલિંગ, ગીતા, ઉપનિષદ, પુરાણો અને મહાભારતના પાત્રોનો ઉલ્લેખ કરે છે તેને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવ્યો છે. ફિલ્મના ટ્રેલરમાં અક્ષય કુમારના રેલ્વે સ્ટેશનના પાણીમાં નહાતા સીનને પણ હટાવવાની માહિતી મળી છે. શારીરિક સંબંધો વિશે બનાવવામાં આવેલી આ ફિલ્મના તમામ દ્રશ્યો કાં તો હટાવી દેવામાં આવ્યા છે અથવા તો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. મળેલી માહિતી અનુસાર ફિલ્મના એક સીનમાં પંકજ ત્રિપાઠીનું પાત્ર એક જગ્યાએ અકુદરતી સંબંધ વિશે વાત કરતા જોવા મળે છે. આ સીનના ડાયલોગ અને વિઝ્યુઅલમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હસ્તમૈથુન સાથે જોડાયેલા દ્રશ્યોમાં સેન્સર બોર્ડના નિર્દેશો પર ફેરફારો કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *