‘જિંદા નજર આના જરુરી હૈ’ ફિલ્મ ‘જવાન’ નું નવુ સોન્ગ રિલીઝ

બોલીવૂડના કિંગ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ જવાનને લઇને ચર્ચામાં છે. ફિલ્મ પઠાણ બાદ ફેન્સમાં શાહરુખ ખાનની જવાનને લઇને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે શાહરુખ ખાને પોતાના ફેન્સ માટે આજે એક ખાસ ભેટ આપી છે. ફિલ્મ જવાનનું એક સોન્ગ ‘જિંદા બંદા હૈ’.આજે રિલીઝ કરવામાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે આ ગીત ફક્ત હિન્દીમાં નહી પરંતુ તમિલ અને તેલુગુ વર્ઝન પણ રિલીઝ થશે. 

ઉસુલો પર જહાં આંચ આએ વહાં ટકરાના જરુરી હૈ… બંદા જીંદા હે તો,જિંદા નજર આના જરુરી હૈ, બંદા હો તો જીંદા હો” આ લાઇનની સાથે શરુઆત કરીને શાહરુખ ખાને જીંદા જીંદા ગીતમાં જાન નાખી દીધી છે. શાહરુખ ખાનનો આ ગીતમાં સાઉથ સ્ટાઇલમાં ડાન્સ, ધમાકેદાર લિરિક્સ.. એટલીએ પણ પોતાના સિગ્નેચર સ્ટેપને અહીં રજૂ કર્યો છે. 

આ સોન્ગમાં શાહરુખનો ગેટઅપ IPS જવાન જેવો છે, સેટઅર જેલનો બનાવવામાં આવ્યો છે, જ્યાં કિંગ ખાન ફિમેલ જેલરો વચ્ચે ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. 

સાઉથના ડાયરેક્ટર એટલીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં કિંગ ખાન ફુલ એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. એક્શન સિવાય આ તેની કારકિર્દીનું અત્યાર સુધીનું સૌથી અનોખું પાત્ર માનવામાં આવી રહ્યું છે. કરિયરની શરૂઆતમાં કિંગ ખાને ડર અને બાઝીગર જેવી ફિલ્મોમાં ગ્રે કેરેક્ટર કર્યા હતા, પરંતુ ‘જવાન’માં તે કેવુ કેરેક્ટર પ્લે કરવાનો છે તે હજુ સ્પષ્ટ નથી.

ફિલ્મ જવાનની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન સિવાય સાઉથ સ્ટાર નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણી, યોગી બાબુ સામેલ છે. એકંદરે, આ ફિલ્મમાં સાઉથ સ્ટાર્સ અને હિન્દી ફિલ્મ સ્ટાર્સનો જબરદસ્ત કોમ્બો છે. આ જ કારણ છે કે આ ફિલ્મનો જેટલો ક્રેઝ હિન્દી બેલ્ટમાં છે તેટલો જ સાઉથમાં પણ આટલીજ એક્સાઇટમેન્ટ છે. છે. તેનું વધુ એક કારણ એ પણ છે કે, નયનતારા પ્રેગ્નન્સી બાદ આ ફિલ્મથી કમબેક કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *