મુંબઈ જતી જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં RPF જવાને કર્યું ફાયરિંગ

તાજેતરમાં મળી રહેલા અહેવાલ અનુસાર મુંબઈ જતી જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં એક ASI સહિત કુલ 4 મુસાફરોના મોતના અહેવાલ આવ્યા છે. આ ફાયરિંગની ઘટના AC કોચ B5માં બની હતી. પાલઘરથી દહિંસર વચ્ચે આ ફાયરિંગનો મામલો થયો હોવાની માહિતી મળી રહી છે. આ મામલે એક RPF જવાનની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈ જીઆરપીના જવાનોએ તેની ધરપકડ કરી હતી. 

ASI તિલકરામનું મૃત્યુ, ફાયરિંગ કરનાર જવાનની થઈ ઓળખ 

માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામનાર ASIનું નામ તિલકરામ છે. જોકે ફાયરિંગ કરનાર RPF જવાનની પણ ઓળખ થઈ છે. તેનું નામ ચેતન હોવાનું સામે આવી રહ્યું છે. આરોપી કોન્સ્ટેબલ ચેતનની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જીઆરપી દ્વારા આ માહિતી છે. હવે તેને પકડીને બોરિવલી સ્ટેશન પર લાવવામાં આવ્યો છે.

ઘટનાનું કારણ આવ્યું સામે 

ઘટના બન્યા બાદથી આરપીએફના જવાનોનો રેલવે સ્ટેશને ખડકલો સર્જી દેવાયો છે. આ ટ્રેન જયપુરથી રવાના થઇ હતી અને ગુજરાત ક્રોસ કરીને મુંબઈ પહોંચી હતી. આ ઘટના કેમ બની? કેમ ગોળીબાર કરવામાં આવ્યો તેને લઈને હજુ કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જોકે એવી માહિતી છે કે ASI તિલકરામ અને કોન્સ્ટેબલ ચેતન વચ્ચે કોઈ મુદ્દે માથાકૂટ થઇ હતી. જેને લઈને તેણે અંધાધૂંધ ફાયરિંગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. ફાયરિંગ કર્યા બાદ તે તાત્કાલિક ટ્રેનમાંથી કૂદી ગયો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *