યુવતીએ ઉછીના આપેલા રૂ.8.50 લાખ પરત માંગતા પરિણીત પ્રેમીએ નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી

સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી અને ઓનલાઈન વેપાર કરતી યુવતીએ ઉછીના આપેલા રૂ.8.50 લાખ પરત માંગતા પરિણીત પ્રેમીએ નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા સિંગણપોર પોલીસે પ્રેમીએ અને તેની પત્ની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશની વતની અને સુરતમાં સિંગણપોર વિસ્તારમાં રહેતી 26 વર્ષીય સીમા ( નામ બદલ્યું છે ) હાલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છેલ્લા સાત વર્ષથી સાડી અને લહેંગાનો ઓનલાઈન વેપાર કરતી સીમાની મુલાકાત રીંગરોડ અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા મૂળ ઉત્તરપ્રદેશના શક્તિસીંગ ઉદયપ્રતાપસિંગ ( રહે.શ્રીવંદન રેસિડન્સી, દેલાડવા ગામ, ડીંડોલી, સુરત ) સાથે થઈ હતી.બંને વચ્ચે મિત્રતા થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો અને શક્તિસીંગ સીમાના ઘરે પણ આવતો હતો. દરમિયાન, ગત માર્ચ મહિનામાં શક્તિસીંગે સીમા પાસે રૂ.8.50 લાખ ઉછીના લઈ 15 દિવસમાં પરત કરવાનો વાયદો કર્યો હતો. પણ પૈસા પરત કર્યા નહોતા. તેણે આપેલા ચેક પણ રીર્ટન થયા હતા.

આથી સીમાએ વકીલ મારફતે નોટીસ મોકલતા વતન ગયેલા શક્તિસીંગે સુરત આવી પૈસા આપવાનું કહી સીમાને વ્હોટ્સએપ કોલ કરી જો તે તેનો નગ્ન વિડીયો મોકલે તો પૈસા આપવાનું કહ્યું હતું. સીમાએ તેને નગ્ન વિડીયો મોકલતા શક્તિસીંગે પૈસા તો આપ્યા નહોતા.પણ તેણે અને તેની પત્ની નિક્કીસીંગે વિડીયો આખા શહેરમાં ફરતો કરવાની ધમકી આપતા સીમાએ સિંગણપોર પોલીસ મથકમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *