સૂર્યાના બે ફેન્સે વીજ કરંટમાં ગુમાવ્યો જીવ

ફેન્સ પોતાના ફેવરિટ સ્ટાર્સના બર્થડે ને સ્પેશિયલ બનાવવા માટે કઇંક અવનવું કરતાં હોય છે ત્યારે સાઉથના સુપર સ્ટાર સૂર્યાના બર્થ ડે પર પૉસ્ટર લગાવવા જતા વીજળીનો ઝટકો લાગતા બે લોકોના મોત થયા છે. 

સાઉથના સુપર સ્ટાર સૂર્યાએ રવિવારે પોતાનો 47મો જન્મદિવસ ઉજવ્યો પણ આ દિવસ તેના માટે ખુશી સાથે દુ:ખ પણ લઇ આવ્યો. આંધ્રપ્રદેશના પાલાંડૂમાં સૂર્યાના બે ફેન્સ તેના જન્મદિવસને ખાસ બનાવવા માટે પૉસ્ટર લગાવવા ગયા, જ્યાં વીજળીનો ઝટકો લાગતા બંનેનું મૃત્યુ થયું હતું.

ફિલ્મ સ્ટારનું પોસ્ટર લગાવી રહ્યાં હતાં 

આ ઘટના ત્યારે બની જ્યારે નક્કા વેંકટેશ અને પોલુરી સઇ નામના આ બે વિદ્યાર્થીઓ લોખંડના બોર્ડ પર ચડીને સૂર્યાનું પોસ્ટર લગાવી રહ્યાં હતાં. આ સમયે વીજળીના ખુલ્લા વાયરના કારણે તેમને કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું. આ બંને વિદ્યાર્થીઓ પ્રાઇવેટ કોલેજના સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહ્યાં હતાં. વિદ્યાર્થીના પરિવારજનોએ કોલેજ સત્તાધિશોને આ ઘટના માટે જવાબદાર ગણાવ્યા હતાં.

પરિવારે કોલેજને ગણાવી જવાબદાર

પોસુરી સઇ નામના મૃતકની બહેનએ કોલેજ સામે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “મારા ભાઇની મૃત્યુ પાછળ કોલેજ જવાબદાર છે. એડમિશન વખતે અમને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે, વિદ્યાર્થીઓની સુરક્ષા કોલેજની જવાબદારી છે પણ ત્યાં વિદ્યાર્થીઓ પર જરા પણ ધ્યાન આપવામાં આવતું નથી. અમે મજૂરી કરીને, ભુખ્યા રહીને કોલેજની ફી ભરી રહ્યાં હતાં અને હવે મારો ભાઇ જ નથી રહ્યો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *