માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમમાં પાણીની થયેલ આવક દર્શાવતું પત્રક ક્ષાર અંકુશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પત્રક મુજબ તા. ૨૦/૭/૨૦૨૩ના રોજ ૧૨:૦૦ કલાક સુધીની સ્થિતિએ  જિલ્લાના ૪ ડેમ ૧૦૦ ટકા ભરાયા છે. આ ૧૦૦ ટકા ભરાયેલા ડેમમાં વેરાડી -૧ સિંચાઇ યોજના,  મીણસાર (વા.) સિંચાઇ યોજના, વર્તુ -૧ સિંચાઇ યોજના અને કબરકા સિંચાઇ યોજનાનો સમાવેશ થાય છે. જ્યારે વેરાડી -૨ સિંચાઇ યોજનામાં ૮૬.૧૧ ટકા અને સોનમતી સિંચાઇ યોજનામાં ૮૭.૭૭ ટકા નવા નીરની આવક થઈ છે. તેમજ મહાદેવીયા સિંચાઇ યોજનામાં ૮૪ ટકા નીરની આવક થઈ છે. અન્ય ડેમમાં સિંહણ ડેમ ૪૫ ટકા, વર્તું -૨ સિંચાઇ યોજનામાં ૫૨.૬૨ ટકા, શેઢા ભાડથરી સિંચાઇ યોજનામાં ૩૦.૪૮ ટકા, ઘી સિંચાઇ યોજનામાં ૪૦.૩૮ ટકા, ગઢકી સિંચાઇ યોજનામાં ૮.૭૪ ટકા, સિંઘણી સિંચાઇ યોજનામાં ૩.૨૬ ટકા અને કંડોરણા સિંચાઇ યોજનામાં ૪૪ ટકા નવા નીરની આવક થઈ છે.