મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી) તરફથી મંજૂરી પ્રમાણપત્ર મેળવવાના બહાને ખાનગી કંપની સાથે રૂ. ૪૨.૬ લાખની છેતરપિંડી કરવા બદલ બે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

 થાણેના ચિતળસર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, એક આરોપી કંપનીનો ભૂતપૂર્વ કર્મચારી છે.આ કંપની દેશમાં વિવિધ સ્થળોએ તૈયાર મિક્સ કોંક્રિટ પ્લાન્ટ ધરાવે છે.

  કંપની તેના દેવનાર (મુંબઈ), તુર્ભે (નવી મુંબઈ) અને કાશીમીરા ખાતેના ત્રણ યુનિટ માટે એમપીસીબી પાસેથી સંમતિ સર્ટિફિકેટ  મેળવવા માંગતી હતી.

કંપનીના ભૂતપૂર્વ કર્મચારીએ તેના અધિકારીઓનો અન્ય આરોપી સાથે પરિચય કરાવ્યો અને દાવો કર્યો કે તેઓ એમપીસીબી તરફથી મંજૂરી સટફિકેટ અપાવી શકે છે,એમ અધિકારીએ જણાવ્યું હતું.

 સપ્ટેમ્બર ૨૦૨૧થી એપ્રિલ ૨૦૨૨ દરમિયાન કંપનીએ આરોપીને કથિત રીતે રૂ.૪૨.૬ લાખની ચુકવણી કરી હતી અને તેને એમપીસીબી તરફથી  મંજૂરી સટફિકેટ મળ્યું હતું. 

 ગયા વર્ષે  એમપીસીબીના અધિકારીઓએ કંપનીના એક પ્લાન્ટની તપાસ માટે મુલાકાત લીધી, ત્યારે તેમને જાણવા મળ્યું કે  મંજૂરી પ્રમાણપત્ર નકલી હતું અને પોલ્યુશન રેગ્યુલેટરી બોડી દ્વારા જારી કરવામાં આવ્યું નહોતું.

કંપનીએ શુક્રવારે ફરિયાદ દાખલ કરી હતી.જેના આધારે ચિતળસર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦,૪૦૬,૪૬૫,૪૬૮,૩૪ હેઠળ બે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

  આ સંબંધમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસે જણાવ્યું હતું.

By admin