મામલતદાર કચેરીમાં ગેરરીતિ આચરાઈ હોવાની રાવ

તળાજાની મામલતદાર કચેરીમાં આજથી ચારેક વર્ષ પહેલાં રેશનકાર્ડ અને સોગંદનામાં મામલે ગેરરીતી આચરાઈ હોવાની આર.ટી.આઈ એક્ટિવિસ્ટએ મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરી હવે તેઓએે કલેકટર અને જિલ્લા પોલીસ વડાને ન્યાયિક તપાસ કરવા પત્ર લખ્યો છે. જો તપાસ નહિ થાય તો હાઇકોર્ટમાં પી.આઈ.એલ. કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભ્રષ્ટાચારએ માઝા મૂકી છે.સરકારી કચેરીઓમાં બેહદ ભ્રષ્ટાચાર વધ્યાના આરોપો આજે આમજનતાના મુખેથી સાંભળવા મળે છે.

તળાજાના આર.ટી.આઈ.એક્ટિવિસ્ટ ઘનશ્યામસિંહ સરવૈયાએ સ્થાનિક પુરવઠા અને એ.ટી.વી.ટી.માં ચાલતી કાર્યવાહીની માંગેલ માહિતી માંગી હતી. જેમાં તેઓના દાવા મુજબ રેશનકાર્ડ અને સોગંદનામામાં અનેક વખત ગેરરીતી આચરાઈ હોવાનું જણાવી મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરી તેની તાત્કાલિક તપાસ કરવાનો આદેશ કર્યાને એક મહિનો થયો છે. કલેકટર અને એસ.પી.ને પાઠવેલા પત્રમાં તેઓએ તપાસની માંગ કરી છે. જો તપાસ નહિ કરવામાં આવે તો હાઈકોર્ટમાં પી.આઈ.એલ. કરવાની ચીમકી આપી છે.

રોજમદારને છૂટો કરાતા ચકચાર : તળાજાના મામલતદારએ સાતેક વર્ષથી રોજમદાર તરીકે કામ કરતા એક કર્મચારીને છૂટો કરતા તેના કારણમાં ચર્ચા એવી છે કે, ડીઝીટલ ગુજરાત ઉપર સોગંદનામા કરી તે રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાના બદલે એમ.એસ. વર્લ્ડમાં બનાવીને તે રકમ ખિસ્સામાં નખાતી હતી તેની વ્યાપક ફરિયાદ ઉઠતા મામલતદારએ પગલું ભર્યુ હોવાની હવા ફેલાઈ હતી. જો કે મામલતદારએ જણાવ્યુ હતુ કે, વર્ષોથી તે અહીં રોજમદાર તરીકે કામ કરતા હોય છુટા કરેલ છે કોઈ ગેરરીતિ આચરી નથી તેમ વધુમાં ઉમેર્યુ હતુ.