કાર્તિક-કિયારાનો જાદુ છવાયો

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની મ્યૂઝિકલ ડ્રામા ફિલ્મ સત્યપ્રેમ કી કથા થિયેટર્સમાં રિલીઝ કરી દેવાઈ છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો સાથે ફિલ્મને લઈને રિવ્યૂ પણ સામે આવવા લાગ્યા છે. સત્યપ્રેમ કી કથા જોઈને ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. મોટાભાગના લોકોને ફિલ્મની કહાની પસંદ આવી.  

સ્ટોરીના થયા વખાણ

ફિલ્મના વખાણ કરતા એક યુઝરે કહ્યુ, સત્યપ્રેમ કી કથા અત્યારસુધીની સૌથી સારી ફિલ્મો પૈકીની એક છે, બે સામાન્ય માણસના સાચા પ્રેમની વાર્તા છે. સાથે જ એક દમદાર અને સુંદર મેસેજ સમાજને આપવામાં આવ્યો છે. આ ફિલ્મ દરેકને ગમશે.

કાર્તિક-કિયારાએ કર્યા ઈમ્પ્રેસ

સત્યપ્રેમ કી કથાને ચાર રેટિંગ આપતા એક યુઝરે લખ્યુ, એક સુંદર લવસ્ટોરી છે. ફિલ્મમાં પ્રેમ અને કેમેસ્ટ્રીના દરેક અંશ હાજર છે. ડાયલોગ સારા છે. અભિનય સારો છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ચમકી રહ્યા છે. ઈમોશન અને કલરફુલ રોમાન્સ જોવા મળી રહ્યો છે. ફિલ્મનો ડ્રામા રસપ્રદ છે.

સત્યપ્રેમ કી કથાનું ડાયરેક્શન સમીર વિદ્વાંસે કર્યુ છે. પ્રોડક્શન સાજિદ નડિયાદવાલાએ કર્યુ છે. ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની સાથે શિખા તલસાનિયા, સુપ્રિયા પાઠક, રિતુ શિવપુરી અને મેહરુ શેખ જેવા સ્ટાર પણ મહત્વની ભૂમિકામાં છે.