ક્લીન બોલ્ડનો નિર્ણય પણ થર્ડ અમ્પાયરે આપવો પડ્યો

મહારાષ્ટ્રમાં હાલ મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ એટલે કે MPL T20 ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. આ જ ટૂર્નામેન્ટના ક્વોલિફાયર 2માં એવી ઘટના જોવા મળી હતી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે એક ક્લીન બોલ્ડ માટે થર્ડ અમ્પાયરની મદદ લેવી પડી હતી. બેટ્સમેને બોલ રમ્યો અને કોઈ સંપર્ક ન થતા તેણે વાઈડ બોલ માટે અપીલ કરી, પરંતુ જ્યારે બેલ્સ પડી ગયા, ત્યારે બધાને લાગ્યું કે તે બોલ્ડ થઇ ગયો છે.

તરનજીતે યશને સ્પિનમાં ફસાવ્યા

MPLની ક્વોલિફાયર-2 મેચ કોલ્હાપુર ટસ્કર્સ અને પુનેરી બપ્પા વચ્ચે રમાઈ રહી હતી. પુનેરીની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી. પાવરપ્લે પુરો થયો અને કોલ્હાપુર તરફથી તરનજીત સિંહ સાતમી ઓવર નાખવા આવ્યો. તરનજીતે પુનેરીના બેટ્સમેન યશ ક્ષીરસાગરને પોતાની સ્પિનમાં ફસાવ્યા હતા. તે તરનજીતની સ્પિન રમવામાં નિષ્ફળ ગયો અને બોલ લેગ સ્ટમ્પને સ્પર્શીને નીકળી ગયો.