બાબર આઝમ સાથે ભારતમાં એવું થવાનું છે

જે તેણે તેના જીવનમાં ક્યારેય નહીં જોયું હોય!

ICC દ્વારા ભારતમાં રમાનાર વનડે  વર્લ્ડ કપ 2023નું શેડ્યુલ જાહેર કરી દેવાયું છે. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન રમાનારી આ ટુર્નામેન્ટની સૌથી મોટી ટક્કર 15 ઓક્ટોબરે અમદાવાદમાં થશે. ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા આખી દુનિયા આતુર છે. પાકિસ્તાનની ટીમ ભારત આવવાની તૈયારી કરી રહી છે. બાબર આઝમ સાથે ભારતમાં એવું થવા જઈ રહ્યું છે, જે તેણે અત્યાર સુધીના કરિયરમાં ન તો જોયું છે અને ન તો અનુભવ્યું છે. પાકિસ્તાનની ટીમ બાબર આઝમની કેપ્ટનશીપમાં પહેલીવાર ભારતમાં રમશે.

બાબર આઝમ પ્રથમ વખત ભારતમાં રમશે બાબર પણ તેના ઇન્ટરનેશનલ કરિયરમાં પ્રથમ વખત ભારતમાં મેચ રમશે. તે આખી દુનિયામાં ઘણી જગ્યાએ રમ્યો, પરંતુ હવે તેને ભારતમાં રમવાનો અનુભવ મળશે. દુનિયાનું કોઈ પણ મેદાન જ્યાં ભારતીય ટીમ પાકિસ્તાન સાથે ટકરાય છે, તે મેદાન જ તેનું હોમ ગ્રાઉન્ડ બની જાય છે. આખું સ્ટેડિયમ વાદળી રંગમાં રંગાઈ જાય છે અને હવે રોહિત શર્માની ટીમ ઘરઆંગણે પાકિસ્તાન સાથે ટકરાશે. આવી સ્થિતિમાં સ્ટેડિયમની સાથે સમગ્ર શહેરનું વાતાવરણ કેવું બને છે તે બાબર પ્રથમ વખત જ જોશે.

કેવો છે બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ

પાકિસ્તાનની ટીમ ભારતમાં ઘણી વનડે રમી ચૂકી છે. વર્ષ 1983 અને 2013 વચ્ચે ભારતમાં બંને વચ્ચે 30 મેચ રમાઈ હતી, જેમાં ભારતે 11 મેચ જીતી હતી, જ્યારે 19 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેમ છતાં ઓક્ટોબરમાં બાબર આઝમની આગેવાની હેઠળની વર્તમાન પાકિસ્તાની ટીમ પ્રથમ વખત ભારતીય ધરતી પર રમશે.

10 વર્ષ પહેલા ભારત આવી હતી પાકિસ્તાન ટીમ

પાકિસ્તાનની ટીમ છેલ્લે વર્ષ 2013માં ભારતના પ્રવાસે આવી હતી. એ પ્રવાસ પર પાકિસ્તાનની ટીમની કમાન મિસ્બાહ-ઉલ-હકના હાથમાં હતી. ટીમમાં નાસિર જમશેદ, મોહમ્મદ હાફીઝ, કામરાન અકમલ, સઈદ અજમલ, અઝહર અલી સહિતના ખેલાડીઓ હતા, જેમાંથી મોટાભાગના ખેલાડીઓ નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને કેટલાક લાંબા સમયથી ટીમની બહાર છે અને વર્લ્ડ કપ માટે તેમની ટીમમાં વાપસી લગભગ અશક્ય છે.

પાકિસ્તાનની ટીમમાં ફેરફારની શક્યતા ઓછી

બાબરની કેપ્ટનશીપમાં એ જ પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમશે, જેણે હાલ ન્યુઝીલેન્ડ સામે વનડે સિરીઝ રમી હતી. ટીમમાં ફેરફારની શક્યતા ઓછી છે. ફખર ઝમાન, શાન મસૂદ, મોહમ્મદ રિઝવાન, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ વસીમ, હરિસ રઉફ એવા નામ છે જેઓ પાકિસ્તાન માટે વર્લ્ડ કપમાં રમવાનું લગભગ નિશ્ચિત છે અને આ એવા ખેલાડીઓ છે જેઓ આજ સુધી ભારતમાં રમ્યા નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાનની વર્તમાન ટીમ પ્રથમ વખત ભારતમાં રમવાની તૈયારી કરી રહી છે. પાકિસ્તાનની વર્તમાન ટીમ છેલ્લા કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ તેની સામે પડકાર પણ જબરદસ્ત બનવાનો છે. બાબરની ટીમ ભારત સાથે ટકરાઈ હોવા છતાં તે તમામ મેચો વિદેશી મેદાનો પર રમાઈ હતી.