અફધાનિસ્તાનમાં અવિરત હિંસાચાર

 સંયુક્ત રાષ્ટ્રના અફધાનિસ્તાન મિશને પ્રસિદ્ધ કરેલા એક રીપોર્ટ પ્રમાણે ૨૦૨૧ માં અફધાનિસ્થાનમાંથી વિદેશી સેનાએ વિદાય લીધા પછી અને તાલિબાનો સત્તા પર આવ્યા પછી બોમ્બ દ્વારા અને અન્ય હિંસામાં એક હજારથી વધુ અફધાન નાગરિકો માર્યા ગયા છે. યુનોમાં અફધાનિસ્તાન મિશનના જણાવ્યા પ્રમાણે ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ માં વિદેશી સેના ચાલી ગઈ અને પછી તાલિબાનો સત્તા પર આવ્યા ત્યારથી આ વર્ષના મે મહિના સુધીમાં ત્યાં ૧,૦૯૫ નાગરિક માર્યા ગયા છે. ૨૬૭૯ ઘાયલ થયા છે. જે દાયકાઓ સુધી ચાલી રહેલા યુદ્ધના અંત પછી પણ અફધાનિસ્તાનમાં રહેલી અસલામતી દર્શાવે છે

માર્યા ગયેલાઓ પૈકી મોટા ભાગના (૭૦૦) લોકો તો મસ્જિદો, શિક્ષણ કેન્દ્રો અને બજારો જેવા જાહેર સંસ્થાનો ઉપર થયેલા આત્મઘાતી હુમલાઓને પરિણામે દેશમાં સામાન્ય નાગરિકો માટે પણ સલાતમી રહી નથી.

૨૦૨૧ ના ઓગસ્ટમાં નાટો-સર્મિત સેનાના પતન પછી તાલિબાનો સત્તા પર આવતા સશસ્ત્ર-યુદ્ધમંા કમી આવી છે પરંતુ ઈસ્લામિક-સ્ટેટના (બિલાકૃત)ના સમર્થકો, દેશના સત્તાવાર દળો માટે મોટા પડકારરૂપ રહ્યા છે.

આ હુમલાઓ માટે આતંકવાદી સમુહ જ વધુ જવાબદાર છે. ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ પછી આત્મઘાતી હુમલાઓની ધમકી વધી ગઈ છે. તેમના શસ્ત્રો અને દારૂગોળાની વેધક્તા વધી ગઈ છે. આથી હુમલા ઘટયા છે, પરંતુ મૃત્યુઆંક વધ્યો છે.

By admin